Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

સૌથી સસ્તી એર સેવાની શરૂઆત કરનાર

એર એશિયા ભારતમાં બિઝનેસનો સંકેલો કરી રહી છેઃ ૩૦૦૦થી વધુ કર્મચારીને ખતરો

નવી દિલ્હી, તા.૬: એશિયામાં સસ્તી એર સેવા ઉપલબ્ધ કરાવાની શરુઆત કરનારી એરલાઈન્સ કંપની એર એશિયા ભારતમાં પોતાનો બિઝનેસ સમેટી રહી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનમંત્રી હરદિપ સિંહ પુરીએ જણાવ્યું કે ભારતમાં એર એશિયા પોતોનો બિઝનેસ બંધ કરવાની છે. સાથે કહ્યું કે એર એશિયાની પેરેન્ટ કંપનીમાં જોઈ પ્રોબ્લેમ છે જેના કારણે તે એવું કરી રહી છે. હકિકતમાં ચંદીગઢથી એર એશિયાની ફ્લાઈટ્સ બંધ થવાનું કારણ પુછવામાં આવ્યું હતુ. જો કે પછીથી હરદીપ સિંહ પુરીના કાર્યાલયે કહ્યું કે તેમની વાતને યોગ્ય રીતે રજૂ કરવામાં નથી આવી.

એર એશિયાની ભારતીય કંપની એર એશિયા ઈન્ડિયામાં ટાટા ગ્રુપની મોટી ભાગીદારી છે . જો કે ટાટા કંપની તરફથી એર એશિયાના બિઝનેસને બંધ કરવાને લઈને કોઈ મોટી વાત કરવામાં નથી આવી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના પ્રવકતાએ કહ્યું કે પુરીના નિવેદનને સંદર્ભથી હટાવીને રજુ કરવામાં આવ્યું છે. જયારે તેમણે તાત્કાલીક તેનું સ્પષ્ટીકરણ કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે એર એશિયાની મૂળ કંપની એશિયા ગ્રુપ બીએચડી છે. મલેશિયાની એર એશિયાએ તમામ સેકટરમાં સસ્તી વિમાન સેવામાં આવેલી ક્રાંતીની શરુઆત કરનારી કંપની તરીકે જોવામાં આવે છે.

કોરોનાની વચ્ચે એવિએશન સેકટર પર માઠી અસર પડી છે. ત્યારે એર એશિયા અનેક દેશોમાં પોતાનો વ્યવસાય બંધ કરવાની યોજના બનાવી રહી છે. આ ક્રમમાં કંપનની જાપાનમાં પોતાનો વ્યવસાય બંધ કરવા પર વિચાર કરી રહી છે. એર એશિયા ઈન્ડિયાએ ૨૦૧૪માં વ્યવસાય શરુ કર્યો હતો. જો કે કંપની કયારેય ફાયદામાં રહી નહોતી. ભારતમાં આની બજાર ભાગીદારી ૬.૮ ટકા છે. કર્મચારીઓની સંખ્યા ૩ હજારથી વધારે છે. ટાટા સન્સની એર એશિયા ઈન્ડિયામાં ૫૧ ટકા ભાગીદારી છે. જયારે તે મલેશિયાઈ ભાગીદારી ૪૯ ટકા ભાગીદારી ખરીદવા પર વિચાર કરી રહી છે. એર એશિયા આ જોઈન્ટ વેન્ચરમાં વધારે રોકાણ કરવા તૈયાર નથી. કંપની ઈચ્છે છે કે એર એશિયા ઈન્ડિયા દેવુ લઈને પોતાનો ધંધો સંભાળે.

(10:22 am IST)