Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે ઉપર મજૂરો ભરેલા વાહનનો ગમખ્વાર અકસ્માત : છ લોકોના કરૂણમોત

પંચર પડતા રોડ પર ઉભેલી પીકઅપ વાહનને પાછળથી મજૂરો ભરેલી ટ્રકે ટક્કર મારતા ગંભીર અકસ્માત

મધ્યપ્રદેશના ધાર જિલ્લાના તિરલા વિસ્તારમાં ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર મજૂરો ભરેલા પિકઅપ વાહને ટેન્કરને ટક્કર મારતા ગંભીર અક્સમાત સર્જાયો હતો. જેમાં 6 લોકોના મોત થયા છે.

ધાર જિલ્લાના તિરલામાં ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર મોડી રાત્રે મજૂરો ભરેલા એક પિકઅપ વાહને ટેન્કરને ટક્કર મારતા ગંભીર અક્સમાત સર્જાયો હતો.

પિકઅપ વાહનમાં પંચર પડતા રોડ પર ઉભો હતો. તે દરમિયાન પાછળથી મજૂરો ભરીને આવી રહેલા વાહને ટક્કર મારતા 6 લોકોના મોત થયા છે. તેમજ 24 મજુરો ઘાયલ થયા છે.

આ સમગ્ર ઘટનામાં 4 મજૂરોના મોત ઘટના સ્થળ પર જ થયા છે. તો 2 લોકોના મોત સારવાર દરમિયાન થયા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ધાર જિલ્લાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બધા જ મજૂરો ઘાર જિલ્લાના ટાંડાના રહેવાસી છે. ઘટના બાદ ટેન્કર ચાલક ફરાર થયો હતો. જેની પોલીસ શોધખોળ કરી રહી છે. હાલમાં આ સમગ્ર મામલે તિરલા પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(11:12 am IST)