Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

હાથરસ પીડિતાનો રાત્રે અગ્નિ સંસ્કાર ન કર્યો હોત તો સવારે હિંસા ફાટી નીકળવાની ભીતિ હતી : યોગી સરકારનો સુપ્રીમ કોર્ટ સમક્ષ બચાવ : સીબીઆઈ દ્વારા તપાસની માંગણી કરી

લખનૌ : હાથરસ પીડિતાનો અગ્નિ સંસ્કાર રાત્રે કરવાની શું જરૂર હતી તેવા સુપ્રીમ કોર્ટના સવાલના જવાબમાં ઉત્તર પ્રદેશ સરકારે જણાવ્યું હતું  કે જો રાત્રે અગ્નિ સંસ્કાર કરી નાખવામાં નહીં આવે તો સવારે મોટી હિંસા ફાટી નીકળવાની શક્યતા છે તેવી ગુપ્તચર તંત્ર પાસેથી મળેલી માહિતીના આધારે રાત્રે અગ્નિ સંસ્કાર કરવાની ફરજ પડી હતી.
સરકારને બદનામ કરવા માટે સોશિઅલ મીડિયા ,ટીવી તથા પ્રિન્ટ મીડિયાના માધ્યમ  દ્વારા અમુક લોકો પ્રયત્નો કરી રહ્યા છે.તેવું જણાવી યુ .પી.સરકારે  ગેંગ રેપની નિષ્પક્ષ તપાસ માટે સીબીઆઈ ને તપાસ સોંપવા દેવાની કોર્ટ પાસે મંજૂરી માંગી છે.જે માટે  ભલામણ પણ કરી દીધી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:48 am IST)