Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

શિરડીમાં કાલથી કરી શકાશે સાંઇબાબાના દર્શન

એક સાથે ૧૫,૦૦૦ ભકતો કરી શકશે દર્શન : ભકતો માટેના નવા નિયમો ઘડાયા

શિરડી,તા. ૬: શિરડીમાં સાંઈબાબાના ભક્‍તો હવે ૭ ઓક્‍ટોબરથી એટલે કે નવરાત્રિના પહેલા દિવસથી દર્શન કરી શકશે. મળતી માહિતી અનુસાર ૭ ઓક્‍ટોબરથી મંદિરમાં ૧૫૦૦૦ ભક્‍તોને પ્રવેશ આપવામાં આવશે.
મંદિરની તરફથી લોકો માટે ૫૦૦૦ પેઈડ પાસ અને ૫૦૦૦ ઓનલાઈન અને ૫૦૦૦ ઓફલાઈન પાસની સુવિધા રાખવામાં આવી છે. કુલ ૧૫૦૦૦ શ્રદ્ધાળુઓને સાંઈ મંદિરમાં પ્રવેશ અપાશે. દર કલાકે ૧૧૫૦ ભક્‍તો માસ્‍ક સાથે પ્રવેશ કરશો. આરતી માટે એકસાથે ૯૦ ભક્‍તોને પ્રવેશ અપાશે. મંદિરમાં ૨ નંબરના પ્રવેશ દ્વારથી આવવાની સાથે ૪ અને ૫ નંબરના દ્વારથી બહાર જવાની સુવિધા અપાઈ છે.
કોને નહીં મળે પ્રવેશ- મંદિરમાં ગર્ભવતી મહિલાઓને પ્રવેશ મળી શકશે નહીં. આ સિવાય ૧૦ વર્ષથી નાના બાળકો અને ૬૫ વર્ષથી ઉપરના લોકોને મંદિરમાં પ્રવેશ અપાશે નહીં.
મંદિરના કેટલાક કક્ષ બંધ તો કેટલાક ખુલ્લા રહેશે. તેમાં ધ્‍યાન અને પારાયણ કક્ષ બંધ રહેશે. આ સિવાય સાંઈ મંદિર દર્શન, નિવાસ વ્‍યવસ્‍થા, ભોજનાલય, ઓનલાઈન- ઓફલાઈન પ્રણાલી, ચાલુ રહેશે.


 

(10:19 am IST)