Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

પહેલા ૨ વધાર્યા પછી રૂપિયા ૩.૬૫નો વધારો ઝીકાયો

હવે CNG-PNGના ભાવમાં વધારો

ભાવવધારાનું વિષચક્ર બેફામ રીતે ઘુમી રહ્યું છે : CNG માં રૂ.૩.૬૫ તો PNGના ભાવમાં રૂ.૨.૧૨નો જંગી વધારો : CNGમાં ૨ માસમાં રૂ.૫.૬૫ વધ્યા

અમદાવાદ, તા.૬: સરકારી કંપની ગુજરાત ગેસ લીમીટેડ (જીજીએલ)એ કોમ્પ્રસ્ડ નેચરલ ગેસ (સીએનજી) અને () નેચરલ ગેસ (પીએનજી)ના ભાવમાં પાંચ ઓકટોબરથી વધારો કર્યો છે. કંપનીએ સીએનજીના ભાવ ૫૪.૪૫ પ્રતિ કિ.ગ્રા.થી ૩.૬૫  રૂપિયા વધારીને ૫૮.૧૦ રૂપિયા પ્રતિ કરી દીધો છે. ગુજરાત ગેસ ગુજરાતભરમાં ૪૫૦ થી વધારે સીએનજી સ્ટેશન ધરાવે છે અને તેના લગભગ ૭ લાખ ગ્રાહકો છે. જયારે ઘરેલુ પીએનજીના ભાવ પણ કંપનીએ ૨૭.૫૦ રૂપિયા પ્રતિ સ્ટાર્ન્ડડ કયુબીક મીટરમાં ૨.૧૨ રૂપિયાનો વધારો કરીને ૨૯.૬૧ રૂપિયા પ્રતિ સ્ટાર્ન્ડડ કયુબીક મીટર કરી દીધા છે. આ ભાવ વધારો કેન્દ્ર  સરકાર દ્વારા દેશમાં ઉત્પાદિત કુદરતી ગેસમાં ભાવ વધારો કરાયો પછી કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલ ભાવ વધારો ૧ ઓકટોબર ૨૦૨૧ થી ૩૧ માર્ચ ૨૦૨૨ માટેના સમયગાળા માટે છે.

પેટ્રોલ-ડીઝલના ભાવે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારનું બજેટ ખોરવી જ નાંખ્યું છે. પરંતુ હવે પેટ્રોલ- ડીઝલની સાથે સીએનજીના ભાવમાં પણ ટૂંકા સમયગાળામાં બે-બે વખત વધારો થયો છે. બે મહિના પહેલા સીએનજીનો ભાવ પર.૪૫ રૂપિયા હતો જે વધીને હાલ ૫૮.૧૦ રૂપિયા થઇ ગયો છે. ગુજરાત ગેસ કંપનીએ અગાઉ ર અને હવે ૩.૬૫ રૂપિયાનો વધારો કર્યો છે. બે મહિનામાં પ.૬પથી ૬ રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો છે. આ ભાવવધારાથી શહેરના ૫૦,૦૦૦થી વધુ કારમાલિકોને સીધી અસર થઈ છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ કેટલાક શહેરમાં ૧૦૦ને પાર કરી ગયા છે, અને હજુ પણ સતત ત્રણ દિવસથી પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. પેટ્રોલ- ડીઝલના ભાવ આસમાને પહોંચતા પેટ્રોલ કાર ધરાવતા કારમાલિકો પેટ્રોલના વિકલ્પ તરીકે CNG  તરફ વળી રહ્યા હતા, પરંતુ પેટ્રોલ- ડીઝલની સાથે સાથે CNGના ભાવ પણ વધી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી CNGના ભાવ પર.૪૫પ રૂપિયા પર સ્થિર હતા, પરંતુ બે મહિનામાં બે વખત સીએનજીના ભાવમાં વધારો કરાયો છે. ગુજરાત ગેસ પહેલા ર રૂપિયા વધારતા ભાવ ૫૪.૪૫ રૂપિયાની આસપાસ થયા હતા. જોકે, ફરી વખત ભાવ વધારતા ૫૮.૧૦ રૂપિયા પર પહોચી ગયા છે. પેટ્રોલ અને ડિઝલની સાથે સીએનજીના ભાવમાં પણ ભડકો થતાં લોકો માટે પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે.(૨૩.૪)

CNG કન્વર્ઝન કરાવનારાઓને અસર થવાની સંભાવના

પેટ્રોલ-ડીઝલના ભાવમાં હાલ માંડ ૧ થી ર રૂપિયાનો તફાવત જોવા મળી રહ્યો છે. પેટ્રોલના ભાવ ભડકે બળી રહ્યા હોવાથી લોકો પેટ્રોલના વિકલ્પ તરીકે CNG પર પસંદગી ઉતારી રહ્યા હતા, પરતુ હવે CNGનો ભાવ પણ વધી રહ્યો છે. બે મહિનામાં ૫.૬૫થી ૬ રૂપિયા સુધી વધ્યો છે. ભાવ વધારા સાથે લોકોએ CNG માટે ૫૦.૦૦૦થી ૬૦,૦૦૦ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો રોકાણ કરવું પડે છે. હવે CNGનો ભાવ પણ આમ જ વધતો રહેશે તો ૫૦થી ૬૦ હજાર રૂપિયા ખર્ચી CNG કરાવતા પહેલા લોકો વિચાર કરશે.

ભાવ વધતાં પ્રતિ કિલમીટરની કોસ્ટ વધશે

સીએનજીના ભાવના પ્રતિકિલો ૫-૬૫થી ૬ રૂપિયા સુધીનો વધારો થતાં કારમાલિકોએ વધારાનો બોજો સહન કરવાની નોબત આવશે. પ્રતિકિલો ૬ રૂપિયા સુધી ભાવ વધતા કિલોમીટરદીઠ કોસ્ટ વધશે, એટલે કે પહેલા કરતાં હવે કિલોમીટરદીઠ વધુ ખર્ચ આવશે.

(10:29 am IST)