Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

પશ્ચિમ બંગાળના છ જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ

દામોદર વેલી કોર્પોરેશન (ડીવીસી) દ્વારા અચાનક પાણી છોડાતા અને સતત વરસાદને કારણે હાલાકી

કોલકતા : પશ્ચિમ બંગાળમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે , દામોદર વેલી કોર્પોરેશન (ડીવીસી) દ્વારા અચાનક પાણી છોડવાના કારણે અને સતત વરસાદને કારણે પશ્ચિમ બંગાળના છ જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ જિલ્લાઓમાં પશ્ચિમ અને પૂર્વ બર્દવાન, બાંકુરા, બીરભૂમ, હુગલી અને હાવડાનો સમાવેશ થાય છે. રાજ્યમાં અગાઉ સ્થિતિ એટલી નાજુક બની ગઈ કે મદદ માટે સેના અને એનડીઆરએફને બોલાવવા પડ્યા હતા

(10:59 am IST)