Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લીટરે 104 રૂપિયાને પાર : કેન્દ્ર અને રાજ્યની તિજોરીમાં ટેક્સની જંગી આવક

ગુજરાતમાં પેટ્રોલ 100 રૂપિયા સુધી પહોંચવામાં ગણતરીના પૈસા જ દૂર

નવી દિલ્હી : દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે, દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિલીટર 104 રૂપિયાને પાર થયો છે, જેને પગલે મોંઘવારી વધુ ભડકશે, તો બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારોની આવકમાં પણ વધારો થશે, પેટ્રોલ અને ડીઝલ ઉપર કેન્દ્ર અને રાજ્ય સરકારના મસમોટા ટેક્સને પગલે જેમ જેમ ભાવ વધે છે તેમ તેમ સરકારની કમાણીમાં પણ વધારો થાય છે 

દિલ્હીમાં પેટ્રલ 104 રૂપિયા તો ગુજરાતમાં પણ પેટ્રોલની કિંમત રેકોર્ડ સ્તરે છે, ગુજરાતમાં પેટ્રોલ 100 રૂપિયા સુધી પહોંચવામાં ગણતરીના પૈસા જ દૂર છે, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ,જામનગર,વડોદરા,સુરતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ સામાન્ય માણસની કમર ભાંગી નાખી છે, એક તરફ તહેવાર થયા છે તો બીજી તરફ ભાવ વધારે તહેવારની ઉજવણીમાં વિક્ષેપ પાડવાનું શરૂ કર્યું છે

 

(12:27 pm IST)