Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

માઉન્ટ આબૂમાં મોટી દૂર્ઘટનાઃ 11 કે.વી.વીજ લાઇન તૂટી જતાં બે બાઇક સવાર જીવતા સળગ્યા : અરેરાટી

ઇલેક્ટ્રિક કરંટના કારણે બાઇકમાં આગ લાગી: માઉન્ટ આબુમાં CRPF તિરાહેની ઘટના

આબુઃ રાજસ્થાનના પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં મોટી દુર્ઘટના બની છે,11 kv વીજ લાઈન તૂટી જવાના કારણે સર્જાયેલ અકસ્માતમાં બે બાઇક સવારો જીવતા સળગ્યા હતા. માઉન્ટ આબુમાં CRPF તિરાહેની ઘટના છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

સબ ડિવિઝનલ ઓફિસર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઇલેક્ટ્રિક કરંટના કારણે બાઇકમાં આગ લાગી હતી. આગના કારણે બંન્ને યુવકો જીવતા બળી ગયા હતા. આ ઘટનાને પગલે લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

(1:00 pm IST)