Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

અમેરિકન રાજદૂતે પીઓકેને ગણાવ્‍યું આઝાદ જમ્‍મુ કાશ્‍મીર

અમેરિકાની ખતરનાક ચાલબાજી

નવી દિલ્‍હીઃ પાકિસ્‍તાનમાં અમેરિકન રાજદૂત ડોનાલ્‍ડ બ્‍લોમે આ અઠવાડીયે પાકિસ્‍તાનના કબ્‍જાવાળા કાશ્‍મીર (પીઓકે)ની યાત્રા કરી છે. તેમણે આ વિસ્‍તારને ‘આઝાદ જમ્‍મુ કાશ્‍મીર' કહ્યો છે. જણાવી દઇએ કે આખા કાશ્‍મીરને ભારત પોતાનો અભિન્‍ન ભાગ માને છે. અમેરિકન દૂતના આ પ્રવાસ બાબતે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા હજુ કોઇ પ્રતિક્રિયા નથી આવી.

આ પહેલા એપ્રિલમાં વિદેશ મંત્રાલયે અમેરિકન પ્રતિનીધી ઇલ્‍હાન ઉપરની પીઓકે યાત્રાને માનસિકતાવાળું રાજકારણ ગણાવ્‍યુ હતુ. જો કે, છેલ્લા ત્રણ વર્ષમાં કોઇ અમેરિકન પ્રતિનિધી મંડળની એ પહેલી યાત્રા હતી. ઉંમરે પોતાની યાત્રા દરમ્‍યાન જમ્‍મુ કાશ્‍મીરમાં માનવાધિકાર મુદ્દાની સાથે સાથે કલમ ૩૭૦ના ખાતમા બાબતે પણ સ્‍ટેટમેન્‍ટ આપ્‍યુ હતું.

અમેરિકન રાજદૂતની આ વખતની યાત્રાનો ઉદ્દેશ પાકિસ્‍તાની વારસા અને સાંસ્‍કૃતિક સ્‍થળોની બહાલીનો હતો. આ ઉપરાંત હાલમાં જ પાકિસ્‍તાનમાં આવેલ પુરને ધ્‍યાનમાં રાખીને તેમણે પીઓકેનો પ્રવાસ કર્યો છે.

બ્‍લોમે આખા પીઓકેનો એ જ કે (આઝાદ જમ્‍મુ કાશ્‍મીર) તરીકે ઉલ્લેખ કર્યો છે. તેમનું આ બયાન ભારત સરકારના સ્‍ટેન્‍ડની વિરૂધ્‍ધ છે. ભારત એવુ કહે છે કે આ વિસ્‍તાર પર ૧૯૪૭માં પાકિસ્‍તાન દ્વારા કબજો કરવામાં આવ્‍યો હતો.

વિશ્‍લેષકોનું કહેવુ છે કે અમેરિકન રાજદૂતનું આ બયાન ચીનને પણ એક જવાબ હોઇ શકે છે. ચીને ગયા અઠવાડીયે કહ્યું હતુ કે ચીન - પાકિસ્‍તાન સહયોગ વિરૂધ્‍ધ ટીકા કરવાના બદલે અમેરિકાએ પાકિસ્‍તાનના લોકો માટે લાભકારક કામ કરવુ જોઇએ.

(5:00 pm IST)