Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

અમેરિકાના પ્રમુખપદના ઉમેદવાર જો બિડેનનું ભારત સાથે અનોખું જોડાણ :ભારતમાં પણ છે એક બિડેન

1972માં સેનેટર તરીકે ચૂંટાયા પછી ભારતીય બિડેને અભિનંદન આપતો પત્ર મોકલ્યો હતો : લખ્યું કે આપણી વચ્ચે કોઈ સંબંધ છે

વોશિંગટન :અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસના ભારતીય જોડાણ અંગે તો બધા જાણે છે, પરંતુ પ્રમુખપદના ઉમેદવાર જો બિડેનનું પણ એક અનોખું ભારતીય જોડાણ છે બિડેન ઘણી વખત ભારત આવી ચૂક્યા છે. તેમણે ઉપરાષ્ટ્રપતિ તરીકે ભારતનો પ્રવાસ કર્યો હતો. પરંતુ શું તમને ખબર છે કે એક બિડેન ભારતમાં પણ છે.

અમેરિકન બિડન પોતાના આ ભારતીય સમાન નામ ધારી વ્યક્તિથી જાણકાર છે. જો બિડેન ઘણી વખત પોતાના આ દૂરના સંબંધી એવા અન્ય બિડેનનો ઉલ્લેખ કરતાં અટકતા  નથી. આ બિડેન નામ ધારી ભારતીય શખ્સ કોણ છે જેને મળવાની ઇચ્છા બિડેનને 1972થી છે, પરંતુ તે પૂરી કરી શક્યા નથી.

ડેલવેરમાં 1972માં સેનેટર તરીકે ચૂંટાયા પછી બિડેનને મુંબઈમાં તેમના જ ઉપનામવાળી વ્યક્તિએ અભિનંદન આપતો પત્ર મોકલ્યો હતો. સેનેટર બનવા માટે તેમને બિડેન ફ્રોમ મુંબઈએ અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે તેમનો એકબીજા સાથે સંબંધ છે. બિડેન તે સમયે 29 વર્ષના હતા અને તેઓ તે શખ્સને મળવા ઇચ્છતા હતા, પરંતુ કૌટુંબિક અને રાજકીય પ્રતિબદ્ધતાઓના લીધે તેમ કરી ન શક્યા. પાંચ દાયકા પછી પણ તે પોતાની આ ઇચ્છાની મુલાકાત પૂરી કરવા માંગે છે. તેઓ જ્યારે પણ ભારતીય-અમેરિકન કે ભારતીય નેતા સાથે મુલાકાત કરે છે ત્યારે બિડેન ફ્રોમ મુંબઈનો ઉલ્લેખ જરૂર કરે છે.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી તે પોતાના પ્રથમ ભારતીય પ્રવાસ 24 જુલાઈ 2013માં મુંબઈ આવ્યા હતા. મુંબઈમાં બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જમાં તેમણે લોકોને સંબોધિત કરતી વખતે બિડેન ફ્રોમ મુંબઈની વાત લોકોને કહી હતી. બિડેને જણાવ્યું હતું કે 1972માં હું જ્યારે 29 વર્ષનો હતો ત્યારે અમેરિકાના સેનેટર તરીકે પસંદગી પામ્યો હતો. તે સમયે મને પત્ર મળ્યો હતો, જેનો જવાબ ન આપવા માટે મને હજી પણ અફસોસ છે. કદાચ પ્રેક્ષકોમાં બેઠેલો કોઈ વંશાવળી નિષ્ણાત મારી મદદ કરી શકે. મને મુંબઈથી બિડેન નામના એક સજ્જન પુરુષનો પત્ર મળ્યો હતો, જેમા તેણે જણાવ્યું હતું કે આપણી વચ્ચે કોઈ સંબંધ છે

બિડેને જણાવ્યું હતું કે કદાચ અમારા પૂર્વજોનો કોઈ સંબંધ હોય અથવા તો 1,700માં ઇસ્ટ ઇન્ડિયા ટ્રેડિંગ કંપનીમાં કામ કરવા માટે કોઈ મુંબઈ આવ્યું હોય. તેના પછી કેટલાક વર્ષો બાદ વોશિંગ્ટન ડીસીમાં ભાષણ દરમિયાન બિડેને જણાવ્યું હતું કે તેમના પૂર્વજ એક હતા, જેમણે ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે કામ કર્યુ હતુ અને ત્યારે તેઓ તે સમયે ભારત ગયા હતા.en relation to india

તેના પછી 21 સપ્ટેમ્બર 2015ના રોજ યુએસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલને સંબોધિત કરતા બિડેને જણાવ્યું હતું કે બિજેન ફ્રોમ મુંબઈ અને મારા પૂર્વજ કદાચ એક હતા. 1848માં ઇસ્ટ ઇન્ડિયા ટીમ કંપની માટે કામ કરતા હતા. તેમણે કદાચ ભારતીય મહિલા સાથે લગ્ન કર્યા અને ભારતમાં જ રહી ગયા. મુંબઈમાં 2013માં બિડેને લોકોને જણાવ્યું હતું કે જો આ વાત સાચી હોય તો હું ભારતમાં પણ ચૂંટણી લડી શકું છું. તેના લીધે આ ભાષણ દરમિયાન ત્યાં હાજર લોકો હસી પડ્યા હતા.

(7:44 pm IST)