Gujarati News

Gujarati News

News of Saturday, 6th November 2021

તામિલનાડુ હૃદય દ્રાવક ઘટના : પિતા પુત્ર ફટાકડા ફોડીને ભરપૂર મનોરંજન માણવી ઘેર જતા હતા ત્યારે રસ્તામાં ફટાકડાની થેલીમાં ચાલુ વાહને બ્લાસ્ટ થતા બંનેના કરુંણ મોત

પિતા પુત્રની શરીરના કુરચા ઉડયા : કેટલાક મીટર સુધી દૂર વિખેરાયા : પરિવારમાં મનોરંજન ની બદલે શોક છવાયો

તામિલનાડુમાં ફટાકડાની થેલીમાં બ્લાસ્ટ થતા પિતા પુત્રના કરુણ મોતની ઘટનાથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

પુડુચેરી-તમિલનાડુ બોર્ડર પાસે વિલ્લુપુરમ જિલ્લાના કોટ્ટાકુપ્પમમાં ફટાકડા લઈને જતા એક ટુવ્હીલરમાં બ્લાસ્ટ થયો હતો.

વિસ્ફોટ એટલો ગંભીર હતો કે માર્ગ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો પણ ઝપેટમાં આવી ગયા હતા. 37 વર્ષીય પિતા અને 7 વર્ષીય પુત્ર ફટાકડા લઈને જઈ રહ્યા હતા ટુવ્હીલર પર 2 બેગમાં ફટાકડા મુક્યા હતા. જેમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. CCTV કેમેરામાં આ દ્રશ્ય કેદ થયા હતા. અચાનક બ્લાસ્ટ થવાથી માર્ગ પર અન્ય વાહન ચાલકો પણ દૂર સુધી ફેંકાઈ ગયા હતા. બ્લાસ્ટની આ ઘટનામાં પિતા-પુત્રનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે અન્ય 3 લોકોને ઈજા પહોંચી છે. બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે પિતા-પુત્રના શરીરના ટૂકડા કેટલાક મીટર સુધી ફેંકાઈ ગયા હતા.

બે બેગમાં ફટાકડા લઈને જઈ રહ્યા હતા પિતા-પુત્ર
પોલીસે કહ્યું કે પૂડુચેરીનાં કલૈસન પોતાના દીકરા સાથે સાસરે જઈ રહ્યા હતા ત્યારે વાહનમાં બે દેશી આતશબાજીમાંથી એકમાં બ્લાસ્ટ થઈ ગયો હતો જે બાદ ઘટનાસ્થળ પર જ બંનેના મોત થઈ ગયા હતા. કેટલાય મીટર સુધી બંનેના શબના ટુકડા ફેંકાઇ ગયા હતા.

વાહનથી ઘર્ષણ અને વધુ ગરમીના કારણે વિસ્ફોટ થવાની શક્યતા
વિલ્લુ પુરમનાં DIG સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળ પર જઈને પરિસ્થિતિ સમજી હતી અને આસપાસના લોકો સાથે પૂછપરછ પણ કરવામાં આવી હતી. આ સાથે જ ફોરેન્સિક વિભાગની ટીમ દ્વારા પણ ત્યાં સઘન તપાસ કરવામાં આવી છે. પોલીસને આશંકા છે કે ઘર્ષણ અને ગરમીના કારણે ફટાકડાઓમાં વિસ્ફોટ થયો હશે.

(12:00 am IST)