Gujarati News

Gujarati News

News of Saturday, 6th November 2021

હરિયાણાના હિસારમાં ભાજપ સાંસદ ની ગાડી પર ખેડૂતોએ કર્યો હુમલો

નારેબાજી લગાવી ગાડીનો કાચ તોડ્યો : આખરે પોલીસે પ્રદર્શનકારી ઓની ધરપકડ કરી

હરિયાણાના હિસારમાં ભાજપ સાંસદ રામચંદ્ર જાંગડા સામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ભાજપના નેતા અને રાજ્યસભા સાંસદ રામચંદ્ર જાંગડા નારનૌંદના એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જેવા તેમના પહોંચવાની ખેડૂતોને જાણ થઇ. તેઓ એકત્રિત થઈ ગયા. અને ભાજપ સાંસદની વિરૂદ્ધ નારેબાજી કરવા લાગ્યા.

ખેડૂતોએ વિરોધ પ્રદર્શન દરમિયાન સાંસદની ગાડીનો કાચ તોડી નાંખ્યો. ત્યારબાદ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું. પોલીસે કેટલાક પ્રદર્શનકારી ખેડૂતોની અટકાયત પણ કરી. ખેડૂતોએ ભાજપ સાંસદને કાળા વાવટા બતાવ્યા હતા.

હરિયાણાના હિસારના ભાજપના સાંસદ રામચંદ્ર ખેડૂતોનો ઉગ્ર વિરોધ સહન કરવો પડ્યો. રોષે ભરાયેલા ખેડૂતોને કાબુમાં લેવા માટે પોલીસે ઘણી મહેનત કરવી પડી. તો સામા પક્ષે ખેડૂતોએ પોલીસ પર લાઠીચાર્જનો આરોપ લગાવ્યો. ખેડૂતોએ નારનૌંદના રામાયણ ગામે નેશનલ હાઈવે જામ કરી દીધો હતો.

(12:00 am IST)