Gujarati News

Gujarati News

News of Saturday, 6th November 2021

કલોલ ખાતે આવેલ ખાતરેજમાં કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા પાંચ મજૂરોના મોત

બનાવની જાણ ગાંધીનગર ફાયર બ્રિગેડને કરતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, અને આ કેમિકલ ફેક્ટરીના કૂવામાંથી મજૂરોને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું. પાંચે મજુરોના કૂવામાં મોત થઈ ગયા હતા.

કલોલઃ કલોલ ખાતે આજે બપોરના સુમારે GIDCમાં કેમિકલ બનાવવાની ફેક્ટરીમાં આગ ભભૂકતી ઉઠતા પાંચ મજુરોના કરુણ મોત થયા છે. જો કે, મજુરોને કુવામાં વેસ્ટ કેમિકલ નાખવા ઉતર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, કલોલ ખાતે આવેલ ખાતરેજમાં કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આ આગની ચપેટમાં પાંચ મજૂરો આવી જતા તેઓના મોત થયા છે. આ બનાવની જાણ ગાંધીનગર ફાયર બ્રિગેડને કરતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આ કેમિકલ ફેક્ટરીના કૂવામાંથી મજૂરોને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું. પાંચે મજુરોના કૂવામાં મોત થઈ ગયા હતા.

આ ઘટનાની જાણકારી પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને સમગ્ર ધટનાની તપાસ કરી રહી છે. ઘટના વિશે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગાંધીનગર કલોલના ખાતરેજ GIDCમાં કેમિકલ ફેક્ટરીના કૂવામાં કેમિકલ પ્રક્રિયાના કારણે ગેસ ઉત્પન્ન થયો અને ગેસમાં આ પાંચે વ્યક્તિઓના ગૂંગળામણને કારણે મોત થયા હતા.

(6:23 pm IST)