Gujarati News

Gujarati News

News of Saturday, 6th November 2021

ભાઈબીજે પ્રિયંકાએ શેર કરી રાહુલ ગાંધી સાથેની ખાસ તસવીર: કહ્યુ, મારા ભાઈ સત્યની લડત લડી રહ્યા છે

નવી દિલ્હી: ભાઈબીજના અવસરે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાહુલ ગાંધીની સાથે પોતાની જૂની અને ખાસ તસવીર શેર કરી છે. પ્રિયંકા ગાંધીએ લખ્યુ, મને ગર્વ અને ખુશી છે કે મારા ભાઈ કરુણા, પ્રેમ અને સાહસની સાથે સત્યની લડત લડી રહ્યા છે.

આપ સૌ ને ભાઈબીજની હાર્દિક શુભકામનાઓ. 

પ્રિયંકા ગાંધીએ લખ્યુ, આ તસવીર તે સમયની છે જ્યારે મારા ભાઈએ શૂટિંગની સ્પર્ધામાં ઘણા બધા મેડલ જીત્યા હતા. તસવીરમાં રાહુલ ગાંધીના ગળામાં કેટલાય મેડલ જોવા મળી રહ્યા છે.

પ્રિયંકા ગાંધીની આ પોસ્ટ પર રાહુલ ગાંધીએ પણ જવાબ આપતા એક સ્માઈલી શેર કરી છે. પ્રિયંકા ગાંધી સિવાય કોંગ્રેસ પાર્ટીએ પણ પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીની એક તસવીર શેર કરી ભાઈબીજની શુભકામનાઓ આપી છે.

(6:30 pm IST)