Gujarati News

Gujarati News

News of Saturday, 6th November 2021

એક દસકા જેટલા સમયથી માતા પિતા સાથે રહેવા મજબુર બનેલી પરણિત સ્ત્રીને દિલ્હી હાઇકોર્ટે લગ્ન વિચ્છેદ કરવાની મંજૂરી આપી : મહિલાને દિલ્હી પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી મળતા પતિએ લગ્નના હક્ક પુરા કરવા માંગણી કરી હતી : પતિને મહિલાના પૈસામાં જ રસ હોવાના તારણ સાથે નામદાર કોર્ટે લગ્ન વિચ્છેદ કરવાની મહિલાની માંગણી મંજુર કરી

ન્યુદિલ્હી : આજથી 21 વર્ષ પહેલા એટલેકે વર્ષ 2000 માં દંપતીના લગ્ન સંપન્ન થયા હતા જ્યારે પત્ની સગીર હતી અને 13 વર્ષની હતી જ્યારે પતિ 19 વર્ષનો હતો.

2005 ની સાલમાં પુખ્ત વયની ઉંમર ધારણ કર્યા પછી પણ પત્નીએ  નવેમ્બર 2014 સુધી તેના માતાપિતાના ઘરે રહેવાનું ચાલુ રાખ્યું. આ સમયગાળા દરમિયાન, તે અભ્યાસ કરી રહી હતી.તથા તેણે પોતાની લાયકાતના આધારે દિલ્હી પોલીસમાં નોકરી મેળવી હતી.

જ્યાં સુધી નોકરી મળી નહોતી ત્યાં સુધી મહિલા અને તેના પરિવારના આગ્રહ છતાં પતિ તેને પોતાના ઘેર તેડી જતો નહોતો.અને સરકારી નોકરી મળ્યા પછી માત્ર નાણાંની લાલચે તેડી જવા તૈયાર થયો હતો.તે કશું કમાતો નહોતો અને દારૂની લત ધરાવતો હતો. તેમછતાં નોકરી મળ્યા પછી 2014ની સાલમાં તે પતિ સાથે રહેવા ગઈ હતી.પરંતુ તેના ઉપર માનસિક અને શારીરિક ત્રાસ ગુજારવામાં આવતો હતો.અને તેની પગારની આવક ઝૂંટવી લેવામાં આવતી હતી. આથી તેણે લગ્ન વિચ્છેદની માંગણી કરી હતી.જે નામદાર કોર્ટે મંજુર રાખી હતી તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(6:35 pm IST)