Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

નરેન્દ્રભાઇ કાશીમાં મહાદેવના દરબારને ભકતોને સમર્પિત કરશે : ૧૮ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ જોડાશે

બાબાના ધામમાં પીએમ મોદી તા. ૧૩-૧૪ બે દિવસીય પ્રવાસે : તા. ૨૩ના રોજ ખેડૂત સંમેલન માટે ફરી આવશે : ભાજપ તથા ગઠબંધનના પક્ષોના મુખ્યમંત્રીઓ-ઉપમુખ્યમંત્રીઓનું તા. ૧૪ના સંમેલન : જનપ્રતિનિધી સાથે વાતચીત કરશે

વારાણસી,તા. ૬: શિવનગરી કાશીમાં ૧૩ ડિસેમ્બરે નરેન્દ્રભાઇના હસ્તે કાશી પુરાધિપતિના દરબારને ભકતોને સમર્પિત કરાશે. આ પ્રસંગે ૧૮ રાજ્યોમાં મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.

નરેન્દ્રભાઇ સાથે ભાજપ શાસીત રાજ્યોના મુખ્યમંત્રીઓ સામાજીક સમરસતા, અખંડીતા અને એકતાના સંદેશ આપશે. ૧૪મીએ કાશી વિશ્વનાથ ધામમાં તમામ મુખ્યમંત્રીઓનું સંમેલન યોજાશે. જેમાં મણીપુર, મધ્યપ્રદેશ, હિમાચલ,કર્ણાટક, પોંડીચેરી, ઉતરાખંડ, અરૂણાચલ, બિહાર, આસામ, નાગાલેન્ડ,ત્રિપુરા, મિઝોરમ,ગુજરાત, હરિયાણા, ગોવા, સિક્કીમ અને મેઘાલયના મુખ્યમંત્રીઓને સામેલ થશે.

વિશ્વનાથ મંદિરના લોકાર્પણ બાદ સાંજે પીએમ મોદી બોટથી ગંગામાં વિહાર કરી ગંગા આરતી નિહાળશે. આ દરમિયાન ભાજપશાસીત પ્રદેશોના મુખ્યમંત્રીઓ પણ જોડાશે. જ્યારે શાસીત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઉપપ્રમુખમંત્રીઓનું સંમેલન યોજાશે. જેમાં ભાજપ અને ગઠબંધનવાળા પક્ષોને આમંત્રણ અપાયુ છે. ઉપરાંત નરેન્દ્રભાઇ મુખ્યમંત્રીઓ અને જનપ્રતિનિધીઓ સાથે વાતચીત પણ કરશે. જ્યારે ૧૭ ડીસેમ્બરે મેયર સંમેલનમાં વર્ચ્યુઅલી નરેન્દ્રભાઇ હાજર રહેશે.

નરેન્દ્રભાઇ ૧૦ દિવસમાં બે વાર કાશી આવશે. બે દિવસીય પ્રવાસની શરૂઆત તા. ૧૩ થી થશે. જેમ મહાદેવના દરબારને ભકતોને સમર્પિત કરશે. ઉપરાંત તા. ૨૩ના રોજ ખેડૂતો સાથે સંવાદ કરવા ફરી બાબાના ધામમાં રૂબરૂ આવશે.

(10:31 am IST)