Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

આંગ સાન સૂ ને મળી ૪ વર્ષની સજા

કોરોના નિયમોને તોડવાનો હતો આરોપ

નવી દિલ્હી તા. ૬ : મ્યાનમારની એક કોર્ટે  સૈન્ય સામે અસંમતિ ભડકાવવા અને કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ હકાલપટ્ટી કરાયેલા નાગરિક નેતા આંગ સાન સુ કીને ચાર વર્ષની જેલની સજા ફટકારી છે.

જુંટાનાં પ્રવકતાએ AFP ને જણાવ્યું હતું કે, મ્યાંમારની એક કોર્ટે સોમવારે સૈન્ય સામે અસંમતિ ભડકાવવા અને કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ હકાલપટ્ટી કરાયેલા નાગરિક નેતા આંગ સાન સૂ કી ને ચાર વર્ષની જેલની સજા ફટકારી છે.

મ્યાંમારમાં છેલ્લા ઘણા સમયથી તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે આજે સમાચાર સામે આવ્યા કે, નાગરિકોનાં નેતા આંગ સાન સૂ કી ને ચાર વર્ષની સજા કોર્ટે દ્વારા સંભળાવવામાં આવી છે. જો કે આ પહેલા કોર્ટ મંગળવારે ચુકાદો સંભળાવવાની હતી. પરંતુ કોર્ટની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી કારણ કે વધારાનાં સાક્ષીને જુબાની આપવાની મંજૂરી આપવામાં આવી હતી. નોબેલ પુરસ્કાર વિજેતા ૭૬ વર્ષીય આંગ સાન સૂ કી પણ ભ્રષ્ટાચાર સહિત અન્ય ઘણા આરોપોમાં ટ્રાયલનો સામનો કરી રહી છે. આજે એટલે કે સોમવારે તેને સેના સામે અસંમતિ ભડકાવવા અને કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સજા ફટકારવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, મ્યાંમારમાં સેનાએ દેશનાં સર્વોચ્ચ નેતા આંગ સાન સૂ કી સહિત અન્ય ઘણા નેતાઓની ધરપકડ કરીને દેશની સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી. નેતાઓની ધરપકડનાં કલાકો પછી, સેનાએ સરકારી ચેનલ પર જાહેરાત કરી કે દેશમાં એક વર્ષની ઈમરજન્સી લાદવામાં આવી છે. નવેમ્બરની ચૂંટણીનાં પરિણામને લઈને મ્યાંમારમાં સરકાર અને સૈન્ય વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે. સેનાએ દાવો કર્યો હતો કે ચૂંટણીમાં ગોટાળા થયો છે.

(2:57 pm IST)