Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ભાજપ ખોટા આરોપ લગાવે છે પરંતુ દિલ્‍હીની જનતાએ જોરથી કહ્યુ છે કે કેજરીવાલજી ઇમાનદાર છેઃ દિલ્‍હીની એમસીડી ચૂંટણી બાદ દિલ્‍હીના મુખ્‍યમંત્રીનો દાવો

દારૂ કૌભાંડની જે કહાની ભાજપે સંભળાવી હતી તે ખોટી હતી

નવી દિલ્‍હીઃ દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે એમસીડી ચૂંટણીને લઇને લોકોને બિરદાવ્‍યા છે.

દિલ્હી એમસીડી ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી એક્શનમાં જોવા મળી રહી છે. ચૂંટણી પછી પરિણામની રાહ જોવામાં આવી રહી છે પરંતુ એક્ઝિટ પોલના પરિણામ આવી ગયા છે. એવામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પાટનગરના એક્ઝિટ પોલ પર કહ્યુ કે હું દિલ્હીના લોકોને શુભકામના પાઠવુ છુ, કાલે હું એક્ઝિટ પોલના પરિણામ જોઇ રહ્યો હતો, જનતાએ આમ આદમી પાર્ટી પર ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

આ સાથે જ કેજરીવાલે કહ્યુ કે હું આશા કરૂ છુ કે આવા પરિણામ આવશે અને કાલ માટે રાહ જોઇએ. પરિણામ પોઝિટિવ છે, નવી પાર્ટી છે અને નવી પાર્ટીએ એન્ટ્રી કરી છે તે લોકો કહી રહ્યા હતા કે ભાજપ આ લોકોનો ગઢ છે તો એવામાં જો 15થી 20 ટકા વોટ શેર પ્રથમ વખત કોઇ પાર્ટી લઇ જાય તો મોટી વાત છે.

આ સાથે તેમણે કહ્યુ કે મેસેજ સ્પષ્ટ છે કે ભાજપ ખોટા આરોપ લગાવી રહી હતી, કેજરીવાલના મંત્રી બેઇમાન છે, મનિષ સિસોદિયાએ કૌભાંડ કર્યુ. દિલ્હીની જનતાએ આજે ઘણુ જોરથી કહ્યુ છે કે કેજરીવાલજી ઇમાનદાર છે, કામ કરે છે. આ રીતના કોઇ આરોપ પર દિલ્હીની જનતાએ વિશ્વાસ બતાવ્યો નથી. દિલ્હીની જનતા કહી રહી છે કે દારૂ કૌભાંડની જે કહાની ભાજપે સંભળાવી તે ખોટી હતી.

ભાજપે મહાનગરપાલિકાની ચૂંટણીમાં 7-8 મુખ્યમંત્રી લગાવ્યા હતા, 17 કેન્દ્રીય મંત્રી લગાવ્યા અને 27 ચેનલો પર દરરોજ ખોટો પ્રચાર કર્યો. આટલા મોટા દેશમાં 10 વર્ષની અંદર એક પાર્ટી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મેળવી રહી છે અને તે પણ ગુજરાતમાંથી મેળવી રહી છે જેના વિશે કહેવામાં આવે છે કે ભાજપનો અભેદ્ય કિલ્લો છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ના માત્ર ધમાકેદાર એન્ટ્રી કરી રહી છે પણ ગુજરાત કહી રહ્યુ છે કે આપ હવે નેશનલ પાર્ટી છે. અમારી માટે આ ઘણી મોટી વાત છે કે ગુજરાતના લોકો કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી એક રાષ્ટ્રીય પાર્ટી છે.

(5:26 pm IST)