Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

એલન મસ્કને લાગ્યો ડર: કહ્યુ -તેમના જીવને જીવને ખતરો:મને ગોળી મારવામાં આવી શકે 

મસ્કે કહ્યુ જો કોઇ કોઇને મારવા માંગે તો આ એટલુ મુશ્કેલ કામ નથી : હું નિશ્ચિત રીતે કોઇ ખુલ્લી ગાડીમાં ફરી નથી શકતો

નવી દિલ્હી : સોશિયલ મીડિયાના સૌથી મોટા પ્લેટફૉર્મ ટ્વિટરના નવા માલિક બનેલા દુનિયાના સૌથી અમીર માણસ એલન મસ્કે ખુદને લઇને મોટો દાવો કર્યો છે. એલન મસ્કે ટ્વિટરમાં આવતા જ કેટલાક મોટા અને કડક નિર્ણય માટે જેને કારણે તે ઘણા સમયથી ચર્ચામાં છે. હવે તેમણે એક ચોકાવનારો ખુલાસો કર્યો છે.

એલન મસ્કે કહ્યુ કે તેમના જીવને ખતરો છે, તેમણે દાવો કર્યો કે તેમની હત્યા કરવામાં આવી શકે છે. અહી સુધી કે સાચે મને ગોળી મારવામાં આવી શકે છે. ટ્વિટર સ્પેસ પર 2 કલાકની લાંબી ઓડિયો ચેટમાં મસ્કે કહ્યુ કે સાચુ કહુ તો મારી સાથે કઇ ખોટુ થવા અથવા અહી સુધી સાચે ગોળી મારવાનું મોટુ જોખમ છે. જો કોઇ કોઇને મારવા માંગે તો આ એટલુ મુશ્કેલ કામ નથી. જોકે, હું આશા કરૂ છુ કે મારી સાથે આવુ ના થાય, આ સાથે જ મસ્કે કહ્યુ કે હું નિશ્ચિત રીતે કોઇ ખુલ્લી ગાડીમાં ફરી નથી શકતો.

ટ્વિટર માટે તેમના ભવિષ્યના પ્લાનિંગ પર એલન મસ્કે કહ્યુ કે દિવસના અંતમાં, અમે માત્ર એક એવુ ભવિષ્ય ઇચ્છીએ છીએ જ્યા અમારૂ શોષણ ના થાય, જ્યા અમારી સ્પીચને દબાવવામાં નથી આવતી અને અમે કહી શકીએ છીએ જે અમે પ્રતિશોધના ડર વગર શું કહેવા માંગીએ છીએ.

(11:39 pm IST)