Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ફિફા વર્લ્ડકપ :મોરક્કો પહેલીવાર કવાર્ટર ફાઈનલમાં પહોંચ્યુ:ચેમ્પિયન ટીમ સ્પેન વર્લ્ડકપમાંથી થઇ બહાર

પેનલ્ટી શૂટઆઉટમાં 2010ની વર્લ્ડકપ ચેમ્પિયન ટીમને 3-0થી હરાવીને મોરક્કોની ટીમે ઐતિહાસિક જીત મેળવી

નવી દિલ્હી :  કતારના એજ્યુકેશન સિટી સ્ટેડિયમમાં આજે સ્પેન અને મોરોક્કોની ફૂટબોલ ટીમ વચ્ચે મેચ રમાઈ હતી.ફિફા વર્લ્ડકપ 2022ની સાતમી પ્રી કવાર્ટરફાઈનલ મેચ હતી. ફિફા વર્લ્ડકપ 2022ના 17માં દિવસે આ 55મી મેચ રમાઈ હતી. પેનલ્ટી શૂટઆઉટમાં 2010ની વર્લ્ડકપ ચેમ્પિયન ટીમને 3-0થી હરાવીને મોરક્કોની ટીમે ઐતિહાસિક જીત મેળવી છે.આ રસાકસીવાળી મેચમાં પ્રથમ હાફમાં બંને ટીમો એક પણ ગોલ મારી શકી ન હતી. મેચમાં 90+5 મિનિટમાં એક પણ ગોલ થયો ન હતો. મેચ 0-0થી ડ્રો રહી હતી. મેચમાં 30 મિનિટની વધારાની રમત રમવામાં આવી હતી. મેચ દરમિયાન ગોલ કરવાની તક બંને ટીમોએ ગુમાવી હતી.

   120 મિનિટ પછી પણ મેચમાં એક પણ ગોલ ન થતા.વિજેતા મેળવવા માટે પેનલટી શૂટઆઉટની મદદ લેવામાં આવી હતી. આ ફિફા વર્લ્ડકપ 2022ની સતત બીજી પેનલટી શૂટઆઉટ હતુ. પ્રી કવાર્ટર ફાઈલનની સતત બીજી મેચમાં રમાયેલી આ પેનલટી મેચમાં સ્પેનનો એક પણ ગોલ ન થયો હતો. અને 3 ગોલ સાથે મોરક્કોની ટીમ પહેલીવાર કવાર્ટર ફાઈનલમાં પહોંચી છે

  આ મેચમાં જીત મેળવી મોરક્કોની ટીમ વર્લ્ડકપના કવાર્ટર ફાઈનલમાં પહોંચનાર ચોથી આફ્રિકન ટીમ બની ગઈ છે. આ પહેલા સેનેગલ (2002), કેમરુમ (1990) અને ઘાના (2010) વર્લ્ડકપના કવાર્ટર ફાઈનલમાં પહોંચનાર આફ્રિકન ટીમ બની હતી.

(11:48 pm IST)