Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

સાઉથના સુપર સ્ટાર મહેશ બાબુ કોરોના પોઝિટીવ : ટ્વીટ કરીને આપી જાણકારી : હોમ આઇસોલેટ થયા

મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતાનો કોવિડ ટેસ્ટ કરાવી લેવા અને વેક્સીન લેવા અનુરોધ કર્યો

મુંબઈ : કોરોનાના પ્રકોપથી સાઉથ ઇન્ડસ્ટ્રી પણ બાકાત નથી રહી. હાલમાં મળતી માહિતી અનુસાર સાઉથ સુપર સ્ટાર મહેશ બાબુ કોરોના પોઝિટીવ આવ્યા છે. આ બાબતની જાણકારી તેણે પોતે જ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

મહેશ બાબુએ ટ્વીટ કરતા લખ્યુ કે, સાવચેતીના દરેક પગલા લીધા બાદ પણ હુ કોરોના પોઝિટીવ થઇ ગયો છે. મને કોરોનાના હળવા લક્ષણો છે. મે મારી જાતને ઘરમાં ઓઇસોલેટ કરી દીધી છે અને કોરોનાની ગાઇડલાઇનનો કડકપણે પાલન કરી રહ્યો છુ.

મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને હું વિનંતી કરુ છુ કે તેઓ પોતાનો કોવિડ ટેસ્ટ કરાવે. જે લોકોએ વેક્સિન નથી લીધી હું તેમને પણ વિનંતી કરું છુ કે તેઓ જલ્દીથી વેક્સિનેટેડ થઇ જાય. કારણ કે વેક્સિન આપણને ગંભીર રીતે બિમાર પડવાથી અને હોસ્પિટલાઇઝ થવાની પરિસ્થિતીથી બચાવે છે. મહેરબાની કરીને કોરોનાના નિયમોનું પાલન કરો અને સુરક્ષિત રહો.

કોરોનાની આ ત્રીજી લહેર અને ઓમિક્રોનના ભય વચ્ચે ફરીથી લોકોનું જીવન અસ્તવ્યસ્ત થવા લાગ્યુ છે. લાંબા સમય બાદ ખુલેલા થિયેરર્સ ફરીથી બંધ થવા લાગ્યા છે અને આની અસર ઘણી બધી ફિલ્મ રિલીઝ પર પણ પડી છે. કોરોનાની હાલની સ્થિતી ને જોતા પહેલા 7 જાન્યુઆરીએ રિલીઝ થનારી ફિલ્મ RRR ને પણ રોકી દેવામાં આવી છે. આ સાથે ઘણા બધા બોલીવૂડ પ્રોજેક્ટ્સ ફરીથી હોલ્ડ પર જતા રહ્યા છે.

(11:46 pm IST)