Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

પૂછમાં ભારે બરફવર્ષાની વચ્ચે BSFના જવાનો કરી રહ્યા છે પેટ્રોલિંગ : બહાદુર જવાનોને સલામ

દેશની આન,બાન અને શાન માટે સમર્પિત જવાનોનો ભારે બરફવર્ષાને કારણે અત્યંત દુર્ગમ રસ્તા પર પેટ્રોલિંગ કરતો જુઓ વીડિયો

જમ્મુ કાશ્મીરના પૂછમાં ભારે બરફવર્ષાની વચ્ચે બીએસએફના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યાં હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. આપણા જવાનોના અદમ્ય સાહસને કારણે જ દુશ્મન આપણી સામે જોતા પણ ફફડે છે. દેશ પ્રત્યે સમર્પિત જવાનોનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં આપણા બહાદુર જવાનો કેવી કારમી કુદરતી પરિસ્થિતિઓની વચ્ચે પણ સરહદની સુરક્ષા કરી રહ્યાં છે. 

આ વીડિયો જમ્મુ કાશ્મીરના પૂછના સવજિયાન વિસ્તારનો છે. આ વિસ્તારમાં ભારે બરફવર્ષા થઈ છે. નિયંત્રણ રેખાવાળા આ વિસ્તારમાં આપણા જવાન ભારે બરફવર્ષાની વચ્ચે પેટ્રોલિંગ કરી રહ્યાં છે. ભારે બરફવર્ષાને કારણે રસ્તો અત્યંત દુર્ગમ થયો છે તેમ છતાં પણ આપણા જવાન તેની પરવાહ કર્યાં વગર આગળ વધી રહ્યાં છે અને દુશ્મન પર ચાંપતી નજર રાખી રહ્યાં છે. 

વીડિયોમાં બરફની ચાદર વચ્ચે બીએસએફના જવાનો ચાલી રહ્યાં છે. તેઓ દરેક ડગલું સાવધાનીપૂર્વક માંડી રહ્યાં છે. તેમના હાથમાં હથિયાર છે અને તેને લઈને તેઓ પેટ્રોલિંગ કરી રહ્યાં છે. આ ઘટનાનો એક જોરદાર વીડિયો વાયરલ થયો છે.

(12:00 am IST)