Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

21મીએ યોજાનાર ખોડલ ધામ પાટોત્સવ રદ થશે કે કેમ ? : કાલે ટ્રસ્ટીઓની બેઠક બોલાવતા પ્રમુખ નરેશભાઈ પટેલ

દેશભરમાંથી 20 લાખ લોકો એકઠા થાય તેવી ધારણાએ થઇ રહી છે મહિનાઓથી તૈયારી : મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ ની રહેવાની હતી ઉપસ્થિતિ: કોરોનાની નવી ગાઇડલાઇન્સ કારણે વર્ચ્યુઅલ થાય તેવી સંભાવના વચ્ચે કાલે આખરી નિર્ણય લેવાશે

રાજકોટ : આગમી 21મી જયુઆરીએ ખોડલધામમાં પાટોત્સવ ઉજવનાર છે ત્યારે હાલની પરિસ્થિતિને અનુલક્ષીને આ પાટોત્સવ યોજાશે કે કેમ આ અંગે અનિશ્ચિતતા ઉભી થઇ છે લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતીક સમા ખોડલધામમાં નિર્માણને પાંચ વર્ષ પુરા થતા હોવાથી 21મી જાન્યુઆરીએ પાટોત્સવ યોજવાનું નકકી કરવામાં આવ્યું હતું અને દેશભરમાંથી 20 લાખ લોકો એકઠા થાય તે પ્રમાણેની તૈયારી મહિનાઓથી શરુ કરી દેવામાં આવી હતી પરંતુ હવે કોરોનાનો વિસ્ફોટ થયાની હાલતથી પાટોત્સવ વિશે પણ અનિશ્ચીતતા ઉભી થઈ છે

આ પાટોત્સવ કાર્યક્રમ નિર્ધારિત ધોરણે કરવો કે કેમ તે વિશે આખરી નિર્ણય લેવા આજે આવતીકાલે ખોડલધામ ટ્રસ્ટીમંડળની બેઠક બોલાવવામાં આવી છે.

દેશભરમાંથી 20 લાખ લોકો એકઠા થાય તેવી ધારણાએ થઇ રહી છે મહિનાઓથી તૈયારી 

થઇ રહી છે મુખ્યમંત્રી સહિતના મંત્રીઓની રહેવાની ઉપસ્થિતિ રહેવાની  કોરોનાની નવી ગાઇડલાઇન્સ કારણે વર્ચ્યુઅલ થાય તેવી સંભાવના વચ્ચે કાલે આખરી નિર્ણય લેવાશે તેમ મનાય છે 

(12:00 am IST)