Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

જાવેદ હબીબે વાળ કાપતા થૂંક લગાવ્યાનો મહિલાનો આરોપ

દેશના જાણીતા હેરસ્ટાઈલિસ્ટ વિવાદમાં ફસાયા : જાવેદ હબીબ વાળ કાપતી વખતે પાણીનો ઉપયોગ નહીં કરીને થુકનો ઉપયોગ કરે છે અને કહે છે, થૂકમાં જાન છે

નવી દિલ્હી, તા.૬ : દેશના જાણીતા હેરસ્ટાઈલિસ્ટ જાવેદ હબીબ વિવાદમાં ફસાયા છે. જાવેદ હબીરનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.જેમાં તે એક મહિલાના વાળ કાપી રહેલા દેખાય છે.આ વિડિયો વિવાદમાં આવ્યો છે અને તેનુ કારણ એ છે કે, વિડિયોમાં જોવા મળી રહેલી મહિલાએ હબીબ પર થૂક લગાવીને વાળ કાપવાનો આરોપ લગાવ્યો છે.

વીડિયોમાં દાવો કરાયો છે કે, જાવેદ હબીબ વાળ કાપતી વખતે પાણીનો ઉપયોગ નહીં કરીને થુકનો ઉપયોગ કરે છે અને તે એવુ પણ કહે છે કે, આ થૂકમાં જાન છે.

એ પછી સોશિયલ મીડિયા પર જાવેદ હબીબની ભારે ટીકા થઈ રહી છે.આ વિડિયો મુઝ્ફફરનગરનો કહેવાય છે.જેમાં તે એક મહિલાને વાળ કાપવા માટે સ્ટેજ પર બોલાવે છે અને કહે છે કે, જો વાળ કાપતી વખતે પાણી ના હોય તો મારા થૂકમાં જાન છે અને તેવુ કહીને તે વાળમાં થુકે છે.આ સમયે મહિલા પણ અસહજ નજરે પડે છે. દરમિયાન જે મહિલા સાથે આવો વ્યવહાર થયો છે તે પૂજા ગુપ્તા કહે છે કે, જાવેદે મીસબિહેવ કર્યુ હતુ.એટલે મેં હેર કટ માંડી વાળી હતી.હું ગલીના હેર ડ્રેસર પાસે વાળ કપાવી લઈશ પણ જાવેદ હબીબ પાસે નહીં.

મહિલા કહે છે કે, મારુ બ્યુટી પાર્લર છે અને હું જાવેદ હબીબનો સેમિનાર એટેન્ડ કરવા માટે ગઈ હતી.તેમણે મિસબિહેવ કર્યુ હતુ.

હવે જાવેદનો વિડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહયો છે અને લોકો તેની ઝાટકણી કાઢી રહ્યા છે.

(12:00 am IST)