Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ખાદ્ય પદાર્થોની કિંમતો ૨૦૨૧માં ઉંચા સ્તરે પહોંચી

ખાદ્ય પદાર્થોની કિંમતો વધવાથી વૈશ્વિક સ્તરે મોંઘવારી વધી

પેરિસ,તા.૭: વિશ્વમાં ખાણીપીણીની ચીજવસ્તુઓની કિંમતોમાં સતત ચાર મહિના સુધી વધારા પછી ડિસેમ્બરમાં થોડો ઘટાડો થયો હતો. જોકે ૨૦૨૧માં ખાદ્ય પદાર્થોની કિંમતોમાં આશરે ૨૮ ટકા વધી હતી, જે વર્ષ ૨૦૧૧ પછી અત્યાર સુધીનો સૌથી સરેરાશ સ્તર છે. સંયુકત રાષ્ટ્રની ફૂડ એજન્સીએ એક નિવેદનમાં આ માહિતી આપી હતી.

ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO)નો ફૂડ પ્રાઇસ ઇન્ડેકસ વિશ્વમાં સૌથી વધુ વેપાર થતી ખાદ્ય પદાર્થોની આંતરરાષ્ટ્રીય કિંમતો પર નજર નાખે છે. ડિસેમ્બરમાં એ ઇન્ડેકસ સરેરાશ ૧૩૩.૭ પોઇન્ટ રહ્યો હતો, જે નવેમ્બરના અંતે ૧૩૪.૯ પોઇન્ટ હતો.

વર્ષ ૨૦૨૧ના બધા મહિનાઓનો બેન્ચમાર્કે ઇન્ડેકસ સરેરાશ ૧૨૫.૭ પોઇન્ટ રહ્યો હતો, જે ગયા વર્ષની તુલનાએ ૨૮.૧ ટકા વધુ છે. એ વર્ષ ૨૦૧૧ની સરેરાશ ૧૩૧.૯ પછી અત્યાર સુધીનો ઊંચો સરેરાશ આંકડો છે. મન્થલી ઇન્ડેકસ ૧૦ વર્ષનો મહત્ત્।મ સ્તર દર્શાવે છે કે કેટલાય પાકોને નુકસાન થયું છે અને એની માગ ગયા વર્ષની તુલનાએ વધુ મજબૂત છે. જોકે ડિસેમ્બરમાં ડેરી ઉત્પાદનો તરીકે સામેલ છે, જેમાં કિંમતોમાં વધારો જોવા મળ્યો હતો. આ ઉત્પાદનોને છોડીને બધી કેટેગરીની કિંમતોમાં ડિસેમ્બરમાં નરમાઈ જોવા મળી હતી. કિંમતોમાં સૌથી વધુ ઘટાડો વેજિટેબલ ઓઇલ અને શુગરમાં જોવા મળી હતી.

જોકે વર્ષ ૨૦૨૧માં બધી કેટેગરીના ઉત્પાદનોની કિંમતોમાં ઝડપી વધારો જોવા મળ્યો હતો. ખાદ્ય પદાર્થોની કિંમતો વધવાથી વૈશ્વિક સ્તરે મોંદ્યવારી વધી છે. એજન્સીએ ચેતવણી પણ આપી હતી કે કિંમતોમાં વધારાથી એ દેશોની ગરીબ વસતિ પર પ્રતિકૂળ અસર પડે છે, જયાં મોટા ભાગની ફૂડ પ્રોડકટ બહારથી આયાત કરવામાં આવે છે.

(10:07 am IST)