Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ઇન્ટરનેટમાં બેંકોની રજા અંગે સૌથી વધુ લોકોએ સર્ચ કર્યુ !!!

કોરોના કાળમાં સાવ અલગ જ ટોપીક સૌથી વધુ સર્ચ થયો

ભોપાલ,તા. ૭ : મધ્યપ્રદેશમાં ૨૦૨૧ના કોરોના કાળમાં ઇન્ટરનેટ ઉપર સર્ચમાં લોકોએ બેંકની રજાઓને સૌથી વધુ સર્ચ કરેલ. આ માહિતી વેબસર્ચના આંકડાઓના અધ્યયનમાં સામેલ આવેલ.

ઉપરાંત લોકોએ ઇન્ટરનેટ ઉપર કોરોના, લોકડાઉન અને કોવીન પોર્ટલ અંગેની માહિતી પણ સર્ચ કરેલ. સ્થાનીય લોકો સાથે બહારના લોકો સાથે પણ આ ચિંતા રહેલ. જો કે સૌથી વધુ સર્ચ લોકડાઉન કયાં છે તે અંગે થયેલ. અમુક વિસ્તારો માટે પ્રવાસ અંગે તો યાત્રા પહેલા કોવિડ ટેસ્ટ માટે પણ લોકોએ સર્ચ કરેલ.

(10:29 am IST)