Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

આ વર્ષે ૯૪ દિવસ શરણાઈઓ વાગશે : જુલાઈ ઓગસ્ટમાં સૌથી વધુ ૧૭ દિવસના શુભ મુહૂર્ત

તહેવારના મહિના માર્ચ, ઓકટોબર અને નવેમ્બરમાં એક પણ શુભ મુહૂર્ત નથી

નવી દિલ્હી તા. ૭ : નવા વર્ષ ૨૦૨૨માં આ વર્ષે ૯૪ દિવસ શરણાઈઓ વાગશે. આ દરમ્યાન ૯૪ શુભ મુહૂર્ત છે. શુભ મુહૂર્તમાં લગ્નસહિતના શુભ કાર્યકરવામાં આવશે. વરસાદના મહિના જુલાઈ અને ઓગસ્ટ બે એવા મહિના છે જેમાં સૌથી વધુ લગ્નના મુહૂર્ત છે. તેમાં સૌથી વધુ લગ્નના મુહૂર્ત છે. બન્ને મહિનામાં ૧૭-૧૭ દિવસો સુધી શરણાઈઓ વાગશે અને શુભ કાર્ય પણ થશે.

વર્ષમાં ત્રણ મહિના એવા છે જેમાં એક પણ શુભ મુહૂર્ત નથી. તહેવારના મહિના માર્ચ,ઓકટોબર અને નવેમ્બરમાં એક પણ શુભ મુહૂર્ત નથી. જોકે જયોતિષ શા સ્ત્રનાજણાવ્યા મુજબ, કેટલાક ઉપાય કરવા પર મુહૂર્ત કાઢી શકાય છે. જયોતિષાચાર્ય પંડિત મનોજ શર્માએ કહ્યું કે વર્ષમાં ૯૪ શુભ મુહૂર્ત છે જેમાં શુભ કાર્ય થઇશકે છે.

જાન્યુઆરીમાં ૨૨, ૨૩, ૨૪, ૨૫ અને ફેબ્રુઆરીમાં ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૮, ૧૯, ૨૦ અને માર્ચમાં આ મહિને કોઈ મુહૂર્ત નથી. એપ્રિલમાં ૧૫, ૧૬, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૪, ૨૭ તેમજ મેમાં ૨, ૩, ૪, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૬, ૧૭, ૧૮, ૨૦, ૨૧, ૨૬, ૨૭, ૩૧ અને જૂનમાં ૧, ૬, ૮, ૧૦, ૧૧, ૧૩, ૨૦, ૨૧,૨૩ તેમજ જુલાઈમાં ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૪, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૩, ૨૪, ૨૫, ૩૦, ૩૧ ઓગસ્ટમાં ૧, ૨, ૩, ૫, ૯, ૧૧, ૧૪, ૧૫, ૧૯, ૨૦, ૨૧, ૨૮ સપ્ટેમ્બરમાં ૧, ૪, ૫, ૬, ૭, ૮, ૨૬, ૨૭ તેમજ ઓકટોબરમાં કોઈ મુહૂર્ત નથી નવેમ્બરમાં કોઈ મુહૂર્ત નહીં. ડિસેમ્બરમાં ૨,૪,૭,૮,૯ અને ૧૪માં શુભ મુહૂર્ત છે.

(10:32 am IST)