Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

યૌન ઉંત્પીડનનો ભોગ બનેલ પીડિતાને ‘મજાક’થી બચાવવી જરૂરી

એક અરજીની સુનાવણી દરમિયાન કેરળ હાઈકોર્ટની ટિપ્પણી

કોચી, તા. ૭: કેરળ હાઈકોર્ટે ગુરૂવારે જણાવેલ કે યૌન ઉંત્પીડનનો શિકાર થયેલ લોકોનું વધુ શોષણ કે મજાક ઉંડાવવાની ચેષ્ટાથી સંપૂર્ણપણે બચવાની જરૂર છે. યૌન ઉંત્પીડનનો શિકાર વ્યકિતને ફરીયાદ કરવા માટે ખૂબ જ સાહસની જરૂર પડે છે.
કેટલાક મામલાઓમાં તપાસ પ્રક્રિયાના નામ ઉંપર આરોપ લગાડતા દેખાયા છે. જેથી પીડિતા વધુ આહત બને છે અને તેનો ઉંપહાસ કરવામાં આવે છે. સાથે જ કોર્ટે યૌન ઉંત્પીડન શિકાર લોકોને તપાસ પ્રક્રિયાના નામ ઉંપર વધુ મુશ્કેલીઓથી બચાવવા વકીલો પાસે સલાહ માંગેલ.
હાઈકોર્ટે કહ્યુ કે, આ કોઈ નાનો મામલો નથી, જેથી ગોપનીયતાના તમામ સિદ્ઘાંત બનાવાયા છે. જેનાથી એ સુનિશ્ચિત કરવામાં આવે કે પીડિતાને જનતાની નજરોનો સામનો ન કરવો પડે. કોર્ટે આ ટિપ્પણી પોલીસ સંરક્ષણની ગુહાર કરનાર એ અરજીની સુનાવણી દરમિયાન કરી. જેમાં પીડિતાનો આરોપ હતો કે તેને ફકત આરોપી જ નહીં પણ કેટલાક પોલીસ અધિકારીઓ પણ પરેશાન કરે છે.


 

(10:55 am IST)