Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત સાથે જ જમ્મુ-કાશ્મીર પર્યટકોથી ખાલી થવા લાગ્યું: ગુલમર્ગ અને પહેલગામમાં ૩૦થી ૪૦ ટકા રૂમના બુકિંગ રદ થયા: વૈષ્ણોદેવી તરફનો મુસાફરોનો ધસારો પણ અટકી ગયો

 જમ્મુ: જો કે કાશ્મીરના પહાડો પર હિમવર્ષાનો નજારો લેવા માટે કેટલાક લોકો કોરોના નિયંત્રણો વચ્ચે પણ જોખમ ઉઠાવવા તૈયાર છે, પરંતુ કોરોનાની ત્રીજી લહેર શરૂ થયા બાદ રાજ્યમાં પર્યટન મંદ પડવા લાગ્યું છે. .  હવે લોકોની ચિંતા એ છે કે ત્રીજી લહેરમાંથી ક્યારે આઝાદી મળશે.
કોરોનાના ભયનો અંદાજ આના પરથી લગાવી શકાય છે કે કાશ્મીરમાં નવેમ્બર અને ડિસેમ્બરમાં પ્રવાસીઓના જબરદસ્ત ધસારો બાદ હવે તે ઘટવા તરફ છે.  કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળો, ખાસ કરીને ગુલમર્ગ અને પહેલગામથી મળેલી માહિતી અનુસાર, લગભગ ૩૦ થી ૪૦ ટકા રૂમનું બુકિંગ રદ કરવામાં આવ્યું છે.  અન્ય સ્થળોએથી પણ આવી જ માહિતી છે.
વાસ્તવમાં, કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત સાથે, સ્થળે સ્થળે કોરોનાની તપાસની સ્થિતિ અને રાત્રિ કર્ફ્યુના કારણે પ્રવાસીઓએ રાજ્ય તરફથી મોં ફેરવી લીધું છે.  
રાજ્યમાં સડક માર્ગે આવતા લોકોએ ગુલમર્ગ પહોંચવા માટે ૬ થી ૭ સ્થળોએ કોરોના ટેસ્ટ કરાવવો પડે છે, ત્યારબાદ વૈષ્ણોદેવીની યાત્રામાં ભાગ લેવા માંગતા લોકોએ પણ આવી ૪ થી ૫ તપાસોમાંથી પસાર થવું પડે છે.  રાજ્યમાં કોરોના પીડિતોની સંખ્યામાં હજુ પણ ૩૦ થી ૪૦ ટકા જેટલા પીડિતો, પ્રવાસીઓ અને વૈષ્ણો દેવીના દર્શને આવેલાઓના હોય છે.
વર્ષના પ્રથમ દિવસે જ વૈષ્ણોદેવીના મંદિર પર ભાગદોડમાં ૧૨ લોકોના મોત બાદ વૈષ્ણોદેવીની યાત્રા પર આવનારાઓના પગલાં થંભી ગયા છે.  આના અનેક કારણોમાં એક હાલમાં પ્રવર્તતી મૂંઝવણની સ્થિતિ છે. હજુ સુધી શ્રાઈન બોર્ડના અધિકારીઓ દ્વારા એ વાત સ્પષ્ટ કરવામાં આવેલ નથી. આ મૂંઝવણ યાત્રામાં જોડાવા માટે લેવી જરૂરી ટ્રાવેલ સ્લીપ અંગેની  છે.  આ માટે કેટલાક અધિકારીઓ કહે છે કે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે તો કેટલાક ઓફલાઈન અંગે પણ કહે છે.  જો કે, બંને રીતે નોંધણીની સુવિધા હજુ પણ ચાલુ હતી.

 

(1:57 pm IST)