Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

એનપીના કારણે બેંકોની ફસાયેલી લોન વધવાની આશંકા

નાણાંબજારમાં સ્થીરતાના કારણે બેંકો સરળતાથી આ સમસ્યા નીપટાવી દેશેઃ રિઝર્વ બેંકનું અનુમાન

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકે પોતાના બીજા નાણાંકીય સ્થિરતા રીપોર્ટમાં બેંકોની ફસાયેલી લોન વધવાનું અનુમાન કર્યુ છે. આ રીપોર્ટ અનુસાર, સપ્ટેમ્બ્ર ૨૦૨૨ સુધીમાં બેંકોની ફસાયેલી લોન ૮.૧ ટકાથી ૯.૫ ટકા સુધી વશી શકે છે, જે સપ્ટેમ્બર ૨૦૨૧માં ફકત ૬.૯ ટકાથી ૯.૫ ટકા સુધી વધી શકે છે, જે સપ્ટેમ્બર ૨૦૨૧માં ફકત ૬.૯ ટકા હતી. જો કે રીઝર્વ બેંકના ગવર્નર શકિતકાંત દાસ અનુસાર હાલમાં બેંકોની નાણાકીય સ્થિતી સારી છે. મહામારી દરમ્યાન સરકારની નીતિઓ અને રિઝર્વ બેંકના નીતિગત સમર્થનના કારણે બેંકોએ મહામારી દરમ્યાન સારૂ પ્રદર્શન કર્યુ છે.
આ દરમ્યાન નાણા બજારમાં પણ સ્થિરતા જળવાઇ રહી છે. એટલે રીઝર્વ બેંકને સંપુર્ણ વિશ્વાસ છે કે બેંકો સરળતાપુર્વક ફસાયેલી લોનમાં વધારાની સમસ્યાથી છૂટકારો મેળવવામાં સફળ થશે. પોતાના પહેલા નાણાકીય સ્થિરતા રીપોર્ટમાં રિઝર્વ બેંકે કહ્યું હતું કે માર્ચ ૨૦૨૨ સુધીમાં બેંકોની જીએનપીએ ૯.૮૦ ટકા રહી શકે છે અને પરિસ્થિતી વધુ ખરાબ થશે તો તે ૧૧.૨ ટકા સુધી પહોંચી શકે છે. માર્ચ ૨૦૨૧ સુધીમાં અનુસુચિત વ્યાવસાયિક અનુસુચિત બેંકોની ફસાયેલી લોન ૬૧૧૮૦ કરોડ રૂપિયા ઘટીને ૮.૩૪ લાખ કરોડ રૂપિયા પર આવી ગઇ હતી જે માર્ચ ૨૦૨૦માં ૮.૯૬ લાખ કરોડ રૂપિયા હતી.
રિઝર્વ બેંકના આ રિપોર્ટ અનુસાર ખાનગી રોકાણ હજુ પણ કોરોનાકાળ પહેલાના સ્તરે નથી પહોંચ્યુ જે દર્શાવે છે કે સામાન્ય લોકોની આવક કોરોના કાળ પહેલાના સ્તરે નથી પહોંચી શકી અને તેઓ પોતાના ખર્ચમાં કાપ મુકવા માટે મજબૂર છે

 

(2:24 pm IST)