Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

વિદેશમાં કપાસની માંગ વધતા નિકાસ ૩૪ ટકા વધીઃ ખેડૂતોને આશા કરતા પણ વધારે મળે છે કપાસના ભાવ

કપાસનો ભાવ વધીને ૧૧૦૦૦ પ્રતિ કવીન્ટલ પહોંચ્યો

નવી દિલ્હી તા. ૭ઃ અમેરિકા સહિત યુ઼રોપના દેશો, વીયેટનામ, કંબોડીયા અને બાંગ્લા દેશ જેવા કેટલાય દેશોમાં ભારતીય કપાસની માંગ વધી છે. તેના લીધે ભારતીય સુતરાઉં કપડા અને સુતરાઉં દોરાની નિકાસમાં ૩૪ ટકાનો વધારો થયો છે. અમેરિકાએ ચીનના ઝીનઝીયાંગ વિસ્તારમાંથી આયાત પર પ્રતિબંધ મુકી દીધો છે. કપાસ ઉંત્પાદનમાં વિશ્વસ્તરે ઝીઝીયાંગની લગભગ ર૦ ટકા હીસ્સેદારી છે. પ્રતિબંધના કારણે ભારતીય કપાસની માંગ વિદેશમાં વધી ગઇ છે. દેશની મંડીઓમાં કપાસના ભાવ ૧૧૦૦૦ રૂપિયા પ્રતિ કવીન્ટલ પહોંચી ગયા છે.
કપાસના ભાવોમાં તેજી આ વર્ષે ઓછા ઉંત્પાદનની આશંકાના કારણે પણ આવી છે. ઓકટોબર આવેલ વરસાદ કપાસના પાક પર કહેર બનીને વરસ્યો હતો. કૃષિ નિષ્ણાંતો અનુસાર, આ વરસાદથી પાકોને ભારે નુકશાન થયું છે અને ઉંત્પાદન ઘટવાનો ભય છે. કેન્દ્ર સરકારે કપાસ (મધ્ય રેસા)નો એમએસપી પ૭ર૬ અને લાંબા રેસાનો પ૦રપ રૂપિયા નકકી કર્યો છે. ભારે માંગ અને સારા માલની અછતના કારણે ખેડૂતોને તેમની આશાથી પણ વધારે ભાવ કપાસના મળી રહ્યા છે.
કપાસની ખેતીમાં ભારત ટોપ પર
કપાસની ખેતીમાં ભારત દુનિયાભરમાં ટોપ પર છે. દેશમાં ૬ર લાખ ટન કપાસનું ઉંત્પાદન દરેક સીઝનમાં થાય છે. વિશ્વમાં કપાસ ઉંત્પાદનમાં ભારતનો હિસ્સો ૩૮ ટકા છે.
દેશમાં પણ કપાસ ઉંત્પાદનમાં ગુજરાત સૌથી મોખરે છે. ત્યાર પછી મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, તેલંગણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન કપાસના મુખ્ય ઉંત્પાદક છે.
દેશમાં કપાસનો આટલો છે સ્ટોક
દેશમાં કપાસનો સ્ટોક ૯૦ લાખ ગાંસડી દર્શાવાઇ રહ્યો છે. મીલો પાસે પ૦ લાખ ગાંસડી, સીસીઆઇ અને ખેડૂતો પાસે ૧૦ લાખ ગાંસડીઓ અને ૧ર લાખ ગાંસડીઓનો સ્ટોક વેપારીઓ પાસે છે.

 

(2:25 pm IST)