Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

૧પ.૦ર કરોડ મતદારો ચુંટશે યુપીની સરકાર એક પોલીંગ બૂથ પર ૧ર૦૦ મતદારો કરશે મતદાન

લખનૌ તા. ૭ : ર૦રર ની વિધાનસભા ચુંટણીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ચુંટણીની જાહેરાત હવે ગમે ત્યારે થઇ શકે છે. નવી મતદાર યાદી પણ બહાર પડી ગઇ છે.

આ વખતે ૧પ.૦ર કરોડ મતદારો યુપીની નવી સરકાર ચુંટશે. આ યાદીમાં ૮.૦૪ કરોડ પુરૃષો અને ૬.૯૮ કરોડ મહિલાઓ મતદારો છે. જયારે ૮૮પ૩ થર્ડ જેન્ડર મતદાર છે. નવી મતદાર યાદીમાં કેટલાક રોચક આંકડાઓ પણ સામે આવ્યા છે. આ મતદાર યાદીમાં ર૧.૪૦ લાખ નામો કપાયા છે તો પર.૮૦ લાખ નવા નામો ઉમેરાયા છે. એ જાણીને આશ્ચર્ય થશે કે આ ચુંટણીમાં ૩૯પ૯૮ મતદારો ૧૦૦ વર્ષથી વધુ વયના છે.

રાજયમાં દિવ્યાંગ મતદારોની સંખ્યા લગભગ ૧૦.૬૪ લાખ છે. બુઝર્ગ અને દિવ્યાંગ મતદારોને ઘર બેઠા પોસ્ટલ મતદાનની    સુવિધા આપવામાં આવી રહી છે.

કોરોના સંક્રમણના કારણે આ વખતે ૧ર૦૦ મતદારોનું એક પોલીંગ બુથ બનાવવામાં આવશે. પહેલા એક બૂથ પર ૧પ૦૦ મતદારો મતદાન કરતા હતા. રાજયમાં આ વખતે પોલીંગ બુથોની સંખ્યા ૧,૭૪,૩પ૧ છે જે પહેલા ૧,૬૪,૪૭ર હતી. પોલીંગ સ્ટેશનની સંખ્યા પણ ૯૧પ૭ર થી વધારીને ૯રર૮૧ કરાઇ છે.

(2:50 pm IST)