Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

કોરોનાનો કહેર વધતા ઉંત્તરપ્રદેશમાં તમામ પક્ષો ડીજીટલ પ્રચારને બનાવશે હથીયાર


નવી દિલ્હીઃ યુપીમાં વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાતથી  ગણતરી શરૂ થઈ ચૂકી છે. આ દરમ્યાન  કોરોનાના સતત વધતા મામલા અને ત્રીજી લહેરની અસર ચૂંટણી પર જોવા મળી રહી છે. રાજનૈતિક દળોની રેલીઓ નિરસ્ત થવા લાગી છે. રથના પૈડાઓ ઉંભા રહે છે. કોરોનાનો ભય જોઈને હવે પાર્ટીઓ ડિઝિટલ ચૂંટણી પ્રચારના મૂડમાં આવી ગઈ છે. વર્ચ્યુઅલ રેલીઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. એન્ડ્રોઈડ મોબાઈલ અને સોશ્યલ મીડિયાના સહયોગથી પાર્ટીઓ પોતાના ઉંમેદવારોનો  પ્રચાર કરશે.
ભાજપ, સપા અને કોંગ્રેસ જેવા દળોમાં સ્વતંત્ર રૂપથી સોશિયલ મીડિયા સેલ કામ કરી રહી છે. એટલા માટે કાયદેસર ટીમ બનાવવામાં આવી છે. ચૂંટણી પ્રચાર માટે ભાજપની પાસે વોર રૂમ છે. અહીં બેસેલી ટીમ ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના સહારે પોતાની પાર્ટીના પક્ષમાં જનસમર્થન એકઠી કરી રહી છે.
ભાજપનો ડિજીટલ રથ થયો તૈયાર
ભાજપ ૨૦૧૪થી જ ડિજિટલ પ્રચારનો ફાયદો ઉંઠાવી રહી છે. તેમણે કોરોના કાળમાં પણ ડિઝિટલ જનસંવાદ રેલીઓ કરી હતી. તેઓ હવે યુપીમાં ડિઝિટલ રથ ઉંતારવા માટે તૈયાર છે. આ ડિઝિટલ રથ ઓડિયો-વીડિયો લાગેલી ગાડી હશે. જે દરેક વિધાનસભામાં ફરી-ફરીને ભાજપનો પ્રચાર કરશે. કોરોનાના વધતા કેસ અને ત્રીજી લહેરની આહટ વચ્ચે ભાજપની આ રણનીતિ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
માયાવતી કરશે ડિઝિટલ પ્રચાર
બસપા સુપ્રીમો માયાવતી કોરોના સંક્રમણના સતત વધતા ખતરાને જોઈને  હવે ડિઝિટલ પ્રચારની રણનીતિ અપનાવી રહી છે.  માયાવતીએ ઝૂમ અને હાઈ ડેફિનેશન રેલી માટે તૈયારી પૂરી કરી લીધી છે. તેઓ કેટલાક દિવસ બાદ પોતાના ડિઝિટલ ચૂંટણી રેલી શરૂ કરવાના છે. એવું પ્રથમ વખત થશે જ્યારે માયાવતી ઝૂમ રેલી અને સોશિયલ સાઈટનો પ્રયોગ કરશે.  
અખિલેશની રથ યાત્રા પર બ્રેક
સપા પ્રમુખ અખિલેશ યાદવ પોતાના ચૂંટણી વિજય રથ યાત્રાને સ્થગિત કરી ચૂક્યા છે. હવે તેમનો ફોકસ સોશિયલ મીડિયા દ્વારા ચૂંટણી પ્રચાર પર છે. સપા કાર્યાલયમાં વોર રૂમ બનાવી ચૂકી છે. અહીંથી ફેસબુક, વોટ્સએપ દ્વારા સપાની નીતિઓનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસની મેરેથોન રેલી થઈ સ્થગિત
કોંગ્રેસની મેરેથોન દોડ રેલી સ્થગિત થઈ ગઈ છે. આ રેલી હેઠળ પ્રિયંકા ગાંધીમાં મેં લડકી હું, લડ સકતી હું, ની થીમ સાથે મહિલાઓને પાર્ટીમાં જોડી રહી છે. અત્યાર સુધીમાં કોંગ્રેસની ઓછામાં ઓછી ૫ સ્થળો પર મેરેથોન રેલી થઈ ચૂકી હતી.  પ્રિયંકાની સોશિયલ મીડિયા ટીમ પણ હવે ડિજીટલ પ્રચારમાં લાગી ગઈ છે.

 

(2:53 pm IST)