Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

લ્યો બોલો.. પ્રદર્શનકારીઓ સાથે પોલીસ ચા પી રહી હતી

કેન્દ્ર સરકારે સુપ્રીમમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી, તા.૭ઃ વડાપ્રધાન મોદીની સુરક્ષામાં જે ચૂંક થઈ તેને લઈને હજું પણ મામલો ગરમાયેલો છે. સમગ્ર મામલે આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. જેમા કેન્દ્ર સરકાર દ્વારા પંજાબ સરકાર તેમજ પોલીસ પર ગંભીર આરોપો લગાવામાં આવ્યા છે. જેના કારણે આ મામલો હવે વધારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા છે. કે પ્રદર્શનકારિયોની સાથે પોલીસ ચા પી રહી હતી. બીજી તરફ પંજાબના એડવોકેટ જનરલ ડીએસ પટવાલિયાનું કહેવું છે કે ઘટના બની ત્યારબાદ અમે તુરંત જ્ત્ય્  દાખલ કરી હતી. તેમ છતા પણ કેન્દ્ર સરકાર અમારી પર સવાલો ઉંઠાવી રહી છે.
પંજાબ સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નિવૃત્ત જસ્ટિસ મહતાબ સિંહ ગિલ અને ગૃહ અને કાયદા બાબતોના મુખ્ય સચિવ અનુરાગ વર્મા વડા પ્રધાનની સુરક્ષામાં આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ તે અંગે સંપૂર્ણ તપાસ કરશે. હુસૈનીવાલા જતી વખતે પીએમ મોદીનો કાફલો વિરોધીઓ વચ્ચે અટવાઈ જવાની ઘટનાને લઈને રાજકીય ખળભળાટ મચી ગયો હતો. ભાજપે કોંગ્રેસ પર પીએમ મોદીના જીવને જોખમમાં નાખવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. પીએમ મોદીની સુરક્ષા ચૂકે કેન્દ્ર સરકારે ગંભીરતાથી લીધી છે. ગૃહમંત્રાલયે સુરક્ષા ચૂક કેસની તપાસ માટે ૩ સભ્યોની કમિટીની રચનાની જાહેરાત કરી હતી. ૩ સભ્યોની કમિટીને વહેલી તકે તપાસ કરીને રિપોર્ટ સુપ્રત કરવાનું પણ ગૃહમંત્રાલયે જણાવી દીધું છે. ગૃહમંત્રાલયનો ઓર્ડર મળતા કમિટીએ તેનું કામ શરુ કરી દીધું હોવાનું કહેવાય છે. કમિટી જરુર પડે પંજાબની પણ મુલાકાત લેશે અને ત્યાં જઈને જાત માહિતી મેળવશે.
ત્રણ સભ્યોની કમિટીની આગેવાની સુધીર કુમાર સક્સેના (સેક્રેટરી સિક્યોરિટી- કેબિનેટ સચિવાલય) કરશે અને તેમાં બલબીર સિંહ (સંયુક્ત ડાયરેક્ટર, આઇબી) અને એસ સુરેશ (આઇજી, એસપીજી) સામેલ છે.આ પહેલા ગૃહમંત્રી અમિત શાહે પીએમ મોદીના સુરક્ષા ભંગ બાદ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ગૃહ મંત્રાલયે પંજાબમાં પીએમ મોદીના સુરક્ષા ઉંલ્લંઘન અંગે વિસ્તૃત અહેવાલ માંગ્યો છે. વડા પ્રધાનની મુલાકાત દરમિયાન સુરક્ષા પ્રક્રિયામાં આવી બેદરકારી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને જવાબદારી નક્કી કરવામાં આવશે.(


 

(2:54 pm IST)