Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

આ મહિનાના અંત સુધીમાં કોરોના સુનામી ! રોજ મળશે ૪ થી ૮ લાખ જેટલા કેસ

ત્રીજી લહેર આવશે આવશે અને આવશેઃ દિલ્હી-મુંબઇમાં રોજના ૩૦ થી ૫૦ હજાર નવા કેસો આવશેઃ નિષ્ણાંતો

નવી દિલ્હી, તા.૭: દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોના કેસ આ મહિનાના અંત સુધીમાં પીક ઉંપર રહેશે. આઇઆઇટી કાનપુરના પ્રોફેસર મહેન્દ્ર અગ્રવાલે કહ્યુ છે કે, આ પીક દરમિયાન દેશમાં ૪ થી ૮ લાખ સુધીના કેસ દરરોજ મળી શકે છે. એટલુ જ નહીં નિષ્ણાંતોએ અનુમાન વ્યક્ત કર્યુ છે કે આકરા પ્રતિબંધોના કારણે લહેર થોડી મોડેથી જરૂર આવશે પછી તે વધુ સમય સુધી રહેશે. આ અનુમાનથી સ્પષ્ટ થાય છે કે, કોરોનાનું સંક્રમણ લોકડાઉંન જેવા પ્રતિબંધોથી નહીં થંભે. આ સિવાય પ્રોફેસરે કહ્યું છે કે, આ મહિનાના મધ્ય સુધીમાં મુંબઇ અને દિલ્હીમાં કોરોનાના નવા કેસો પીક ઉંપર જોવા મળશે. ત્રીજી લહેર ઓમિક્રોન વેરીયન્ટને કારણે ઝડપી બનશે. દિલ્હી અને મુંબઇમાં રોજ ૩૦ થી ૫૦ હજાર નવા કેસો આવી શકે છે અને મહિનાના અંત સુધીમાં કોરોનાની ત્રીજી લહેર પોતાના પીક ઉંપર રહેશે.
દેશમાં ફ્રી એક વાર કોરોના વાઇરસના રેકોર્ડ કેસો નોંધાવા લાગ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું હતું કે કોરોનાની ત્રીજી લહેર આ મહિનાના અંતમાં અને ફ્ેબ્રુઆરીના પ્રારંભમાં સુનામીમાં ફ્ેરવાય એવી શક્યતા છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ્ સાયન્સ દ્વારા એક નવા મોડલિંગ અધ્યયનની ભવિષ્યવાણી કરવામાં આવી છે કે જાન્યુઆરીના અંત સુધીમાં દૈનિક ધોરણે ૪ થી ૮ લાખથી વધુ કોરોનાના કેસો આવવાની શક્યતા છે.
દેશમાં કોરોના વાઇરસની ત્રીજી લહેર જાન્યુઆરીના છેલ્લા સાહમાં પીક પહોંચે એવી શક્યતા છે, જેની અસર દેશમાં ફ્ેબ્રુઆરીના પહેલા સાહમાં જોવા મળશે. જોકે વિવિધ રાજયોમાં ગાઇડલાઇન્સની વિવિધ સ્થિતિઓ થઈ શકે. વિવિધ રાજયો માટે ત્રીજી લહેરની પીક જાન્યુઆરીના મધ્યથી ફ્ેબ્રુઆરીના મધ્ય ભાગ સુધી અલગ-અલગ રહેશે, એમ અધ્યયન કહે છે. જોકે માર્ચના પ્રારંભ સુધી કોવિડ-૧૯ ધીમો પડે અથવા સ્થિર થવાની શક્યતા છે.
ભવિષ્યવાણી એ વાતને ધ્યાનમાં લઈને કરવામાં આવી છે કે પાછલા વેરિયેન્ટ અને રસીકરણથી વસતિનો એક હિસ્સો નવા વેરિયેન્ટને લઈને અતિ સંવેદનશીલ છે. મોડલે માન્યું હતું કે ૩૦ ટકા વસતિ, ૬૦ ટકા કે ૧૦૦ વસ્તી અતિસંવેદનશીલ છે. વાઇરસ પ્રતિ સંવેદનશીલ લોકો ટકાવારીને આધારે દેશમાં દૈનિક કેસો આશરે ત્રણ લાખ, છ લાખ અથવા ૧૦ લાખ હોવાની શક્યતા છે.  
દેશમાં ત્રીજી લહેરનો પ્રારંભ થઈ ચૂક્યો છે. છેલ્લા ૧૦ દિવસોમાં કોરોનાના દૈનિક ધોરણે કેસો ૧૮ ગણા વધ્યા છે. છેલ્લા એક સાહમાં સરેરાશ દૈનિક કેસોમાં ૪૮૫ ટકાનો વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧,૧૭,૧૦૦  નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસોમાં ૨૮.૮ ટકાનો વધારો થયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૦૨  લોકોનાં મોત થયાં છે.

 

(3:18 pm IST)