Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

આલેલે.... ૮૪ વર્ષના વડીલે કોરોનાની વેકસીન લીધા બાદ પીઠ, ઢીંચણનો દુઃખાવો મટી ગયો

૧૨ વખત કોરોનાની રસી લીધાનો વડીલનો દાવો

નવી દિલ્હીઃ બિહારના મધેપુરામાં ૮૪ વર્ષના એક વડીલે દાવો કર્યો છે કે, તેઓ ૧૨ વખત કોરોનાની રસી લઈ ચૂક્યા છે. બ્રહ્મદેવ મંડળ નામના આ વડીલ=નું કહેવું છે કે, વેક્સીનથી તેમના શરીરને ઘણો આરામ મળ્યો.  તેમને પીઠ અને ઢીંચણના જૂના દુઃખાવાથી પણ છૂટકારો મળી ગયો. તેમના દાવાથી સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે.
આધાર, વોટર આઈડીનો કર્યો ઉંપયોગ
ડાક વિભાગના સેવાનિવૃત કર્મચારી બ્રહ્મદેવ મંડળે જણાવ્યું કે, રજીસ્ટ્રેશન માટે તેમણે આધાર અને વોટર આઈડીનો ઉંપયોગ કર્યો. તેમણે ૧૧ મહિનામાં અલગ-અલગ કેન્દ્રોમાં રસી લીધી.
અનેક વાર બદલ્યા મોબાઈલ નંબર
ઓફિસર આશ્ચર્યમાં છે કે વડીલે સિસ્ટમની પકકડથી દૂર કેવી રીતે રહી શક્યા. તેમનું વેક્સીન સર્ટિફિકેટ એક વખત પણ જનરેટ થયું નથી. વડીલનું કહેવું છે કે, તેમણે રસીકરણ માટે અનેક વખત તેમના મોબાઈલ નંબર્સ બદલ્યા. પત્નિના મોબાઈલ નંબરનો ઉંપયોગ કરીને રસી લીધી હતી. (૪૦.૧૬)

 

(3:34 pm IST)