Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

પત્રકાર મીતુ જૈને વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક અંગે કર્યા કેટલાક ટવીટ મહત્વના

જાણીતા પત્રકાર મીતુ જૈને વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક બાબતે થઇ રહેલા આક્ષેપો પર ટવીટ કરીને કેટલાક સવાલો ઉઠાવ્યા છે.

૧. ર૦ મીનીટ સુધી બ્રીજ પર ફસાયેલ રહેવા છતાં એસપીજીની કલોઝ પ્રોટેકશન ટીમ વડાપ્રધાનની કારની બન્ને સાઇડમાં હતી અને સામેની બાજુ જયાં કેમેરાઓ રેકોર્ડીંગ કરી રહ્યા હતા તેમજ આંદોલન કારીઓ હતા ત્યાં નહોતી ઉભી રહી.

ર. વડાપ્રધાને એરપોર્ટ અધિકારીઓને કહ્યું હતું કે તેઓ સાજા સમા પાછા આવ્યા તેનો આનંદ છે. જો તેમનો જીવ જોખમમાં હતો તો તેનો જવાબ એસપીજીએ આપવો જોઇએ તેમણે તેમને ઇન્સ કોર્ડન સીકયુરીટી આપીને પોતાની ફરજ બજાવવી જોઇએ.

૩. બ્લુબુક અનુસાર, રાજયના સંબંધિત પોલીસ અધિકારી દ્વારા આખો રૂટ સુરક્ષિત હોવાની જાણ ના કરવામાં આવે ત્યાં સુધી એસ.પી.જીએ તે માર્ગે જવાનું ના હોય. શું એસ.પી.જીએ વડાપ્રધાનને બે કલાકના આ અસુરક્ષિત રૂટ પર જવાની પરવાનગી સીકયુરીટી કલીયરન્સ વગર જ આપી ?

(૪) એટલે જો એસ.પી.જી.એ આ રોડ દ્વારા જવાનું કહ્યું હોય તો તે પ્લાન અનુસાર જ હતું. અને જો તેમ ના હોય તો એસ.પી.જી.ના વડાને  પુછવું જોઇએ. જો રાજયના ડી.જી.પી.એ રૂટ સુરક્ષિત હોવાનું કલયરન્સ આપ્યું હોય જે ખરેખર નહોતો તો તેમના પર ઇરાદાપૂર્વક ખોટા માર્ગે દોરવાના પગલા લેવાવા જોઇએ છે.

(પ) વડાપ્રધાનના કાફલામાં એક હીર્નીંગ કાર અને પાઇલોટ કાર સામેલ હોય છે. શું તેમના ધ્યાનમાં  આ આખું ટોળુ નહોતું આવ્યું આંદોલનકારીઓથી ફકત ર૦ મીટરના અંતરે જ આટલો નજીક કાફલો કેમ રોકવામાં આવ્યો ર૦ મીનીટ સુધી ત્યાં ઉભા રહેવાના બદલેે એસી.પી.જી.એ. યુ-ટર્ન ના લઇ લેવો જોઇએ ?

(૬) ભાજપા જેમને આંદોલનકારીઓ કહે છે. (તેમના હાથમાં ભાજપાના ઝંડા હતા) તેઓ ભાજપા કાર્યકરો હતા જેઓ વડાપ્રધાનના કાફલાએ યુ-ટર્ન લીધા પછી ચિત્રમાં જોવા મળ્યા હતા. વડાપ્રધાન માટેના સુરક્ષીત માર્ગ પર નાગરીકોને ટેમ્પો અને બસ સહિત વડાપ્રધાન નજરે પડે ત્યાં સુધી ઉભા રહેવાની પરવાનગી કેવી રીતે મળી !

(4:55 pm IST)