Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ઓમિક્રોનથી ભારતીય અર્થવ્યવસ્થાને ખતરો

ઇન્ડિયા રેટિંગ્સે ઘટાડ્યું જીડીપી ગ્રોથનું અનુમાન ચોથા કવાર્ટરમાં દેશનો વિકાસ દર ઘટીને ૫.૭ ટકા થઈ શકે છે

નવી દિલ્હી, તા.૭: કોરોનાનો પ્રકોપ વિશ્વભરમાં ફરી એક વાર ભય ફેલાવી રહ્યો છે ત્યારે ભારતમાં પણ કોરોનાના કહેરની અસર જોવા મળી રહી છે દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરીયેન્ટના કેસ સતત સામે આવી રહ્યા છે.આ દરમિયાન સ્થાનિક રેટિંગ એજંસી ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે ચાલુ નાણાકિય વર્ષમાં ભારતના આર્થિક વિકાસના અનુમાનમાં દ્યટાડો કર્યો છે એજન્સીએ કહ્યુ છે કે ઓમિક્રોન વેરિયેન્ટના સંક્રમણની ગતિને જોતા દરેક રાજયોએ નિયંત્રણો લાદવાના શરુ કરી દીધા છે જેની અસર વ્યાપારીક પ્રવૃતિઓ પર પણ પડશે જેના કારણે ચાલુ નાણાકિય વર્ષનો વિકાસ દર ૦.૧૦ ટકાથી દ્યટીને ૯.૩ ટકા થઈ શકે છે. એજન્સીએ જીડીપીગ્રોથના અંદાજને ઘટાડતા એક રિપોર્ટમાં કહ્યુ છે કે છેલ્લા ૧૫ દિવસમાં નવા કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે. દરમિયાન, સ્થાનિક રેટિંગ એજન્સી ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચએ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના આર્થિક વિકાસના અનુમાનમાં દ્યટાડો કર્યો છે. ઈન્ડિયા રેટિંગ્સે કહ્યું કે ઓમિક્રોનના સંક્રમણની ગતિને જોતા દ્યણા રાજયોએ સાવચેતીના ભાગરૂપે નિયંત્રણો લાદવાનું શરૂ કરી દીધું છે. આની અસર આર્થિક અને વ્યાપારી પ્રવૃત્ત્િ।ઓ પર પડશે, જેના કારણે ચાલુ નાણાકીય વર્ષનો વિકાસ દર ૦.૧૦ ટકા દ્યટીને ૯.૩ ટકા થઈ શકે છે.

એજન્સીએ જીડીપી ગ્રોથના અંદાજને ઘટાડતા તેના રિપોર્ટમાં કહ્યું છે કે છેલ્લા ૧૫ દિવસમાં નવા કેસની સંખ્યામાં વધારો થયો છે. આવી સ્થિતિમાં ચેપની ઝડપી ગતિને કારણે ચોથા કવાર્ટરમાં દેશનો વિકાસ દર ઘટીને ૫.૭ ટકા થઈ શકે છે. નોંધનીય છે કે ઇન્ડિયા રેટિંગ્સે અગાઉ જીડીપી ગ્રોથ ૬.૧ ટકા રહેવાનો અંદાજ મૂકયો હતો, જે હવે દ્યટાડ્યો છે. એજન્સીના જણાવ્યા અનુસાર, કોરોનાના વધતા જતા કેસોને કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોની તેના પર ખરાબ અસર પડશે, જેનાથી અર્થવ્યવસ્થામાં ચાલી રહેલી રિકવરીને અસર થશે. આનાથી જાન્યુઆરી-માર્ચ કવાર્ટરના જીડીપી પર ૦.૪ ટકાની અસર જોવા મળી શકે છે, જયારે આખા વર્ષ માટે જીડીપી અગાઉના અંદાજોની સરખામણીમાં ૦.૧ ટકા ઘટી શકે છે.

(4:57 pm IST)