Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

૭૦ વર્ષ બાદ દેશની ધરતી પર ફરી જોઈ શકાશે ચિત્તો

પધારો મારે દેશઃ દક્ષિણ આફ્રિકા અને નામીબિયાથી ૫ વર્ષમાં આવશે ૫૦ ચિત્તા

નવી દિલ્હીઃ જો બધુ બરાબર રહ્યું તો ૭૦ વર્ષ બાદ ભારતમાં ચિત્તો ફરી દેખાઈ શકે છે. કેન્દ્ર સરકારે એક કાર્યયોજના તૈયાર કરી છે, જે હેઠળ આગામી ૫ વર્ષમાં દક્ષિણ આફ્રિકા અને નામીબિયાથી ૫૦ ચિત્તા ભારતમાં લેવાશે. રાષ્ટ્રીય વાધ સંરક્ષણ પ્રાધિકરણની ૧૯મી બેઠકમાં કાર્યયોજનાની શરૂઆત કરતા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે, ભારતમાં વિલુપ્ત થઈ ચૂકેલા ચિત્તા ભારતમાં વાપસી માટે તૈયાર છે.

ત્રણસો પન્નાની કાર્યયોજનામાં ચરણબદ્ધ રીતે ચિત્તાને ભારત લઈ આવવાનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. પહેલા બેંચમાં ૧૦-૧૨ યુવા ચિત્તા હશે, જેમને મધ્ય પ્રદેશમાં ચંબલ ક્ષેત્રના કૂનો  નેશનલ પાર્કમાં રાખવામાં આવશે. તેમાં માદા ચિત્તા પણ સામેલ હશે, જેથી અહીં તેમના પ્રજનનની સંભાવના રહે. કૂનો નેશનલ પાર્કમાં તેમના માટે વિશેષ વાડ પણ બનાવવામાં આવી રહ્યા છે. આ ચિત્તા એશિયાઈ ચિત્તાથી અલગ હશે. સરકારની તૈયારી ચિત્તાને ગત વર્ષે  નવેમ્બર લઈ આવવાની  હતી, પરંતુ કોરોનાના કારણે  તેમાં વિલંબ થયો.

રામાનુજ પ્રતાપે કર્યો હતો અંતિમ શિકાર 

છત્તીસગઢમાં કોરિયા જીલ્લાના તાત્કાલિન મહારાજા રામાનુજ પ્રતાપ સિંહદેવે ૭૩ વર્ષ પહેલા એક ચિત્તા અને બે શાવજોનો શિકાર કર્યો હતો. તેઓએ તેમની તસ્વીરો બોમ્બે નેચુરલ હિસ્ટ્રી સોસાયટીને મોકલી હતી. આ તસ્વીર ભારતમાં ચિત્તાની અંતિમ તસ્વિર સાબિત થઈ હતી. ૧૯૫૨માં ચિત્તાને ભારતથી વિલૂપ્ત જાહેર કરી દીધી હતી.

નાગાલેન્ડમાં નજર આવ્યો ચિત્તો

શોધકર્તાઓની એક ટીમે નાગાલેન્ડના ભારત-મ્યાનમાંર સીમા ક્ષેત્રમાં એક ચિત્તાની તસ્વિર લીધી હતી. ચિત્તાની આ પ્રજાતિ વિલૂપ્ત થવાની કગાર પર છે. ત્વચા પર વાદળ જેવી પેટર્ન હોવાને કારણે તેને કલાઉડેડ લેપર્ડ કહેવામાં આવે છે. તે તમામ સિક્કિમ, ઉત્તરી પશ્ચિમ બંગાળ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, મણિપુર, અસમ, નાગાલેન્ડ અને અરુણાચણ પ્રદેશમાં મોટી સંખ્યામાં હતા.

(4:57 pm IST)