Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

કઝાકિસ્‍તાનના અલ્‍માટી શહેરમાં તેલની વધતી કિંમતો સામે વિરોધ અને હિંસા વચ્‍ચે સરકારે સેનાને ‘ચેતવણી વગર ગોળીબાર'નો આદેશ આપતા ખળભળાટ

આ હિંસા માટે વિદેશમાં તાલીમ પામેલા આતંકવાદીઓને જવાબદાર ગણાવતા રાષ્‍ટ્રપતિ

મોસ્કોઃ કઝાકિસ્તાનમાં ચાલી રહેલા વિરોધ અને હિંસા વચ્ચે સરકારે સૈન્યને “ચેતવણી વિના ગોળીબાર” કરવાનો આદેશ આપ્યો છે.

કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાસિમ જોમાર્ટ ટોકાયેવે કહ્યું છે કે “20,000 ઉપદ્રવિઓએ” અલ્માટી શહેર પર હુમલો કર્યો છે. તમને જણાવી દઈએ કે અલમાટી શહેર તેલની વધતી કિંમતો સામે વિરોધ પ્રદર્શન અને હિંસાનું કેન્દ્ર છે.

રશિયન સેના કઝાકિસ્તાન પહોંચી

રાષ્ટ્રપતિ ટોકાયેવે આ હિંસા માટે વિદેશમાં તાલીમ પામેલા “આતંકવાદીઓ” ને જવાબદાર ઠેરવ્યા છે. જો કે, તેઓએ આ નિષ્કર્ષ પર કેવી રીતે આવ્યા તેની સ્પષ્ટતા કરી નથી.

દરમિયાન કઝાકિસ્તાનની વિનંતી પર રશિયાની આગેવાની હેઠળની સેના કઝાકિસ્તાન પહોંચી ગઈ છે. અને કઝાકિસ્તાનના ગૃહ મંત્રાલયનું કહેવું છે કે હિંસામાં 26 સશસ્ત્ર ગુનેગારો માર્યા ગયા છે અને 18 સુરક્ષા અધિકારીઓ પણ માર્યા ગયા છે.  ગૃહ મંત્રાલયનું કહેવું છે કે ત્રણ હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જો કે, અસરગ્રસ્ત વિસ્તારમાં ઇન્ટરનેટ બંધ છે અને બહુ ઓછી માહિતી બહાર આવી રહી છે. સ્થાનિક મીડિયા અનુસાર, દેશભરમાં 70 ચેક પોઈન્ટ બનાવવામાં આવ્યા છે.

(5:01 pm IST)