Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

નરેન્દ્રભાઈની સુરક્ષા ચૂક અંગે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત બે અલગ તપાસ સમિતિઓને કોઈ પણ તપાસ આગળ નહીં વધારવા સુપ્રિમનો આદેશ

સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સલામતી વ્યવસ્થામાં થયેલી ચૂક અંગે કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત બે અલગ તપાસ સમિતિઓને કોઈ પણ તપાસ આગળ નહીં વધારવા આદેશ આપ્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટ જાતે સમિતિની રચના કરી સમગ્ર ઘટના અંગે પોતાની નિગેહબાની હેઠળ તપાસ હાથ ધરવા, કોઈ આદેશ આપે તેવી સંભાવના છે.

(5:43 pm IST)