Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ઈટાલીથી અમૃતસર આવેલા વધુ ૧૫૦ મુસાફરોને કોરોના પોઝીટીવ : ભારે હડકંપ

ઈટાલીથી ૧૫૦ મુસાફરો સાથેનું અમૃતસર એરપોર્ટ ઉપર આવેલ બીજા વિમાનના ૧૫૦ મુસાફરો કોરોના પોઝીટીવ મળી આવતા જબરી ઉથલપાથલ મચી ગઈ છે : ઈન્‍ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે સત્તાધીશોએ કન્‍ફર્મ કર્યુ છે કે ઈટાલીથી આવેલા ૧૫૦ મુસાફરો અમૃતસર એરપોર્ટ ઉપર આવતા તેમના કોવિડ ટેસ્‍ટ કરાયેલા અને તમામ કોરોના પોઝીટીવ માલૂમ પડ્‍યા છે : આ વિમાનમાં ૨૯૦ મુસાફરો રોમથી અમૃતસર આવ્‍યા હતા : આ પહેલા ગઈકાલે ગુરૂવારે ઈટાલીના મિલાનથી અમૃતસર ચાર્ટર્ડ ફલાઈટમાં આવેલા ૧૨૫ મુસાફરોને કોરોના પોઝીટીવ મળી આવેલ

(6:15 pm IST)