Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

સીમા પર સુરક્ષામાં ચૂક પર મોદી ક્યારે વાત કરશેઃ રાહુલ ગાધી

પીએમ મોદીની સુરક્ષામાં ચૂક પર વિવાદ વકર્યો : દેશની સુરક્ષા માટે મજબૂત નિર્ણયોની જરુર હોય છે, ખોખલા વાયદાથી જીત નથી મળતી : કોંગ્રેસ નેતાનો પ્રહાર

નવી દિલ્હી, તા.૭ : પીએમ મોદીની સુરક્ષામાં થયેલી ચૂક પર રાજકીય માહોલ ગરમાયો છે અને ભાજપના નેતાઓ પંજાબમાં કોંગ્રેસની સરકાર પર નિશાન સાધી રહ્યા છે.

આ માહોલમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાધીએ દેશની સીમાઓ પર જે પણ થઈ રહ્યુ છે તે રાષ્ટ્રીય સુરક્ષામાં મોટી ચૂછે તેવો મુદ્દો ઉઠાવ્યો છે.

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, સરહદ પર જે થઈ રહ્યુ છે તે પણ સુરક્ષામાં મોટી ચૂક છે અને પીએમ મોદી તેના પર ક્યારે વાત કરશે.

તાજેતરમાં પણ રાહુલ ગાંધીએ અરુણાચલ પ્રદેશમાં ૧૫ જગ્યાઓના ચીને નવા નામ રાખ્યા ત્યારે પણ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, દેશની સુરક્ષા અને વિજય માટે મજબૂત નિર્ણયોની જરુર હોય છે.ખોખલા વાયદાથી જીત નથી મળતી.

જોકે રાહુલ ગાંધીએ હજી સુધી પીએમ મોદીની સુરક્ષામાં ચૂકના મામલે પોતાની પ્રતિક્રિયા આપી નથી.

જ્યારે કોંગ્રેસના કાર્યવાહી અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ મામલે પંજાબ સીએમ ચન્ની સાથે વાત કરી હતી અને મીડિયા રિપોર્ટ પ્રમાણે સોનિયા ગાંધીએ કહ્યુ હતુ કે, પીએમની સુરક્ષામાં ચૂકના મામલામાં જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે.

(7:39 pm IST)