Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

પત્રકારોના રાજકીય વલણથી ગુસ્સો આવતા એપ બનાવી હોવાની કબૂલાત

બુલ્લી બાઈ એપ બનાવનારાની આસામથી ધરપકડ : બુલ્લી ડીલ જેવી જ એક એપ સુલ્લી ડીલના કોડ અને ગ્રાફિક્સને એડિટ કરીને બુલ્લી ડીલ એપ બનાવી હતી

નવી દિલ્હી, તા.૭ : મુસ્લિમ મહિલાઓની બોલી લગાવવા માટે બનાવાયેલી બુલ્લી બાઈ એપના વિવાદમાં પોલીસે એપ બનાવનાર યુવક નીરજ બિશ્નોઈની આસામથી ધરપકડ કરી છે. દિલ્હી પોલીસ દ્વારા ૨૧ વર્ષના આ યુવકને કોર્ટમાં રજૂ કરાયા બાદ કોર્ટે તેને સાત દિવસના રિમાન્ડ આપ્યા છે.પોલીસે નિરજ બિશ્નોઈની પ્રાથમિક પૂછપરછ કરી તેમાં એવો ખુલાસો થયો છે કે, કેટલાક પત્રકારોના રાજકીય સ્ટેન્ડ અને તેમના અહેવાલોથી તે બહુ રોષે ભરાયેલો હતો અને તેમને પાઠ ભણાવાવ માંગતો હતો. પોલીસનુ કહેવુ છે કે, હજી તેની વધારે પૂછપરછ કરવાની જરુર છે.પોલીસ દ્વારા તેના બેક્ન એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને જોકે આશ્ચર્ય એ વાતનુ છે કે, નિરજ બિશ્નોઈએ સાત દિવસ સુધી પોલીસની પકડથી બચવા માટે જાત જાતના ઉપાયો કર્યા હતા.પોલીસ ઈન્ટરનેટ પર તેને ટ્રેક ના કરી શકે તે માટે તેણે પોતાનુ લોકેશન જાપાન અને અમેરિકામાં બતાવ્યુ હતુ. તેણે પોલીસને કહ્યુ છે કે, બુલ્લી ડીલ જેવી જ એક એપ સુલ્લી ડીલના કોડ અને ગ્રાફિક્સને એડિટ કરીને બુલ્લી ડીલ એપ બનાવી હતી.પોલીસને તેણે ક્યારે અને કેવી રીતે એકાઉન્ટ બનાવ્યુ તેની જાણકારી પણ આપી છે.

(7:39 pm IST)