Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

વડાપ્રધાન મોદીને મોતના કૂવામાં ફસાવવાનું કાવતરુ : કેન્દ્રીય મંત્રી ગીરિરાજ સિંહ

પંજાબમાં પીએમ મોદી ની સુરક્ષા પર ચૂકનો મુદ્દો ગરમાયો : પીએમ મોદીની સ્નાઈપર રાયફલ કે પછી ડ્રોન વડે હત્યા પણ થઈ શકી હોત એવી શંકા વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હી, તા.૭ : પંજાબમાં પીએમ મોદીની સુરક્ષાના ચુક મામલે ચાલી રહેલી રાજકીય ગરમા ગરમીમાં હવે કેન્દ્રીય મંત્રી ગીરિરાજ સિંહ પણ કુદી પડ્યા છે.

તેમણે કહ્યુ હતુ કે, પંજાબમાં પીએમ મોદીની હત્યા પણ થઈ શકી હોત.પીએમને મોતના કુવામાં ફસાવવા એ એક કાવતરુ હતુ.મહાદેવની કૃપાથી તેઓ બચી ગયા હતા.

તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે, પીએમ મોદીની સ્નાઈપર રાયફલ કે પછી ડ્રોન વડે હત્યા પણ થઈ શકી હોત.જો ઉચ્ચ સ્તરની તપાસ કરવામાં આવે તો આ કાવતરાના તાર પંજાબના સીએમની ઓફિસ સુધી જ નહીં પણ તેની ઉપર જોડાયેલા મળી આવી શકે છે.

દરમિયાન સુપ્રીમ કોર્ટેમાં પણ આ મામલાની સુનાવણી થઈ છે અને તેમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, પીએમ મોદીની પંજાબની યાત્રા સાથે સંકળાયેલા તમામ રેકોર્ડ સુરક્ષિત રાખવામાં આવે અને તેની યોગ્ય રીતે સુરક્ષા કરવામાં આવે.

(7:45 pm IST)