Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

એક્સપ્રેસ વે પર એક શાહમૃગ જાણે કાર સાથે રેસમાં ઊતર્યું

બે પોલીસ-કારમાં આવેલા ઑફિસર્સ આખરે આ ભયભીત પક્ષી પર કાબૂ મેળવવામાં સફળ રહ્યા અને એને એક્સપ્રેસવેથી દૂર લઈ ગયા

ચીનના તિયાનજિન સિટીમાં રોંગચેંગ-વુહાઇ એક્સપ્રેસવે પર તાજેતરમાં કાર ચલાવનારા લોકોને આંચકો લાગ્યો હતો, કેમ કે આ એક્સપ્રેસવે પર એક શાહમૃગ જાણે તેમની સાથે રેસમાં ઊતર્યું હોય એમ દોડી રહ્યું હતું. એનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં જોવા મળે છે કે આ પક્ષી અચાનક જ તેની દોડવાની દિશા બદલી નાખે છે. 

એક વ્યક્તિએ આ ઘટના વિશે ટ્રાફિક-ઑફિસર્સને જાણ કરી. બે પોલીસ-કારમાં આવેલા ઑફિસર્સ આખરે આ ભયભીત પક્ષી પર કાબૂ મેળવવામાં સફળ રહ્યા હતા અને એને એક્સપ્રેસવેથી દૂર લઈ ગયા હતા. 
આ શાહમૃગ વાસ્તવમાં એક ટ્રકમાંથી પડી ગયું હતું. એનો ઓનર એને ટ્રકમાં લઈ જતો હતો ત્યારે બમ્પની સાથે ટકરાયા બાદ એનો દરવાજો ખૂલી ગયો હતો અને શાહમૃગ એમાંથી બહાર નીકળી આવ્યું હતું. શાહમૃગ ૪૫ માઇલ પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે

(9:50 pm IST)