Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

મગર મરી ગયો છે તેમ સમજી અજગર એના મોઢાનો આખો ભાગ ગળી ગયો:મગરે હુમલો કરતા અજગરનું પેટ ફાટી ગયું

અજગરે ૬ ફુટ લાંબા મગરને ગળવાનો પ્રયાસ કર્યો પરંતુ મગરે એનું પેટ ફાડી નાખ્યું: આખરે બંનેનાં મોત

નવી દિલ્હી :  એક વિશાળ અજગરે ૬ ફુટ લાંબા મગરને ગળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મગરે એનું પેટ ફાડી નાખ્યું હતું. અમેરિકન એલિગેટરને લગભગ એ આખો ગળી જ ગયો હતો, પણ અચાનક એ પેટ ફાડીને બહાર આવી ગયો હતો. સમગ્ર ઘટના ફ્લૉરિડામાં આવેલા નૅશનલ પાર્કમાં બની હતી, જે જોઈને ત્યાંના અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અજગરે પાણીની ઉપર એક મગર જોયો હતો ત્યારે ૧૩ ફીટના એ અજગરે પોતાના પેટ કરતાં પણ મોટો શિકાર ગળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મગર હાર માને એવો નહોતો. એવું માનવામાં આવે છે કે મગરે અજગરને મૂર્ખ બનાવ્યો હતો. એનું હૃદય મિનિટમાં માત્ર બે-ત્રણ વાર ધબકતું હતું એટલે એ મરી ગયો હોય એવું લાગતું હતું. અજગરને એવું લાગ્યું કે એ મગર મરી ગયો છે. અજગર એના મોઢાનો ભાગ આખો ગળી ગયા બાદ એણે હુમલો કર્યો હતા, જેને કારણે અજગરનું પેટ ફાટી ગયું હતું. આખરે અજગર અને મગર બન્ને મરી ગયા હતા.

(9:58 pm IST)