Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

દિલ્હીમાં કોરોના બેકાબુ :છેલ્લા 24 કલાકમાં 17,335 નવા કેસ નોંધાયા : 9 લોકોના મોત

દેશની રાજધાનીમાં કોરોના સંક્રમણનો દર ૧૭.૭૩ ટકા સુધી પહોંચી ગયો

નવી દિલ્હી :  દિલ્હીમાં કોરોનાના કેસો વેગ પકડી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજધાનીમાં 17,335 નવા કેસ નોંધાયા છે, જ્યારે 9 લોકોના મોત થયા છે. દેશની રાજધાનીમાં કોરોના સંક્રમણનો દર ૧૭.૭૩ ટકા સુધી પહોંચી ગયો છે.વધતા કોરોનાના સંક્રમણના લીધે હાલ ટેસ્ટિંગની પ્રક્રિયા પણ ઝડપી બનાવવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં આપણા દેશની રાજધાનીમાં 97,762 કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે, જેમાં દેશની રાજધાનીમાં 17,000થી વધુ નવા કેસ તેમજ 39,873 એક્ટિવ દર્દીઓ છે.

કોરોનાના વધતા કેસો વચ્ચે દિલ્હીમાં ચેપના મૃત્યુમાં પણ વધારો થઈ રહ્યો છે. જાન્યુઆરીના સાત દિવસમાં 29 લોકોના મોત થયા છે. જ્યારે ઓક્ટોબર મહિનામાં માત્ર 4 લોકોના મોત થયા હતા. જોકે કોરોનાના કયા વેરિએન્ટમાંથીકેટલા મોટ થયા છે તે હજુ બહાર આવ્યું નથી. નિષ્ણાતો કહે છે કે, હજી સુધી કોઈ ડેટા મળ્યો નથી.

(10:19 pm IST)