Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

કોરોનાથી સ્વસ્થ થયા બાદ બદલવું જોઇએ ટુથબ્રશ

ટુથબ્રશ અને ટેગકલીનર ચેન્જ કરવા જરૂરી છે : ડેન્ટિસ્ટની સલાહ

નવી દિલ્હી તા. ૭ : કોરોનાનીબીજી લહેરેભારતમાં હાહાકાર મચાવી દીધો છે. વિશેષજ્ઞોને એ વાત નો પુરાવો મળી ચુકયોછે કે એક વાર રિકવર થયેલા વ્યકિતને ફરી કોરોના સંક્રમણ થઇશકે છે. સમગ્ર વિશ્વમાં કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ વિશેષજ્ઞ ૧૦૦ ટકા બચાવની ગેરેન્ટી આપતા નથી.લોકોએએ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે એક વાર રિકવર થયેલા વ્યકિતને બીજી વાર કોરોના તેમની ઝપેટમાં લઇ શકે નહીં. પંરંતુતેના માટે સાવધાની રાખવી જરૂરી છે.

ડેન્ટિસ્ટનું કહેવું છે કે કોરોનાથી રિકવર થયેલા વ્યકિતને તેમનું ટુથબ્રશ અને ટંગ કલીનર બદલવું જોઈએ. તેઓકહે છે કે આવું કરવું ફકત વ્યકિતને જ નહીં પરંતુ અન્યને પણ સંક્રમણથી બચાવેછે જેના ઘરમાં એક જ વોશરૂમનો ઉપયોગ કરે છે. લેડી હોર્ડિંગ મેડિકલ કોલેજન, ડેન્ટર સર્જરીના એચઓડીડો.પ્રવીણ મેહરાકહે છે, જો તમે તેમના પરિવારમાંથી કોઈ અથવા તમારામીત્રમાં હાલમાં જ કોરોનાથી રિકવર થયા છે તો તેમને જાણ કરો કે ટુથ બ્રશ અને ટંગ કલીનર વગેરે બદલવામાં આવે તો નહિતર ફરીથી વાયરસની ઝપેટમાં આવી શકે છે.

WHOના જણાવ્યા મુજબ, કોરોના સંક્રમિત વ્યકિતના મોઢામાંથી નીકળતા નાના ટીપાથી ફેલાય છે. જે સંક્રમિતનાછીંકવાથી, ઉધરસ ખાવાથી, હસતી અને બોલતી વખતે નીકળે છે. આ ઉપરાંત વાયરસ હવામાં પણ જોવા મળ્યો છે. એટલે કે એક વાર વ્યકિતના શરીરમાંથી નીકળ્યા બાદ થોડા સમય માટે હવા રહી શકે છે અને સંક્રમિત થઇ શકે છે.આવી પરિસ્થિતિમાં સંક્રમિત વ્યકિતના ટુથબ્રશ અને ટંગ કલીનરમાંવાયરસ હોવાની સંભાવના છે.

એક ડેન્ટિસ્ટે કહ્યું છે કે અમે કોરોના દર્દીને સલાહ આપીએ છીએ કે તમને કોરોના થયો છે તો પહેલા રિપોર્ટના ૨૦ દિવસ બાદ તમે ટંગ કલીનર અનેટૂથબ્રશચેન્જ કરી લો. સાવધાની માટે તમે માઉથવોશ અને બીટાડીન ગાર્ગલ કરી શકો છો. જે મોઢાના વાયરસને ઘટાડવામાં મદદ કરે છે. જો માઉથવોશ નથી તો તમે ગરમ પાણીના કોગળા કરી શકો છો. આ સિવાય તમે દિવસમાં ૨ વાર બ્રશ કરો તે જરૂરી છે.

(11:45 am IST)