Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

કોવિડ -19 ના કારણે સગર્ભા સ્ત્રીઓનો વધી રહેલો મૃત્યુ આંક : દિલ્હીની મહાવીર હોસ્પિટલનો રિપોર્ટ : રસીકરણ માટે ગર્ભવતી સ્ત્રીઓને પ્રાધાન્ય આપવા સલાહ

ન્યુદિલ્હી : કોવિડ -19 ના કારણે સગર્ભા સ્ત્રીઓના વધી  રહેલા મૃત્યુ આંકને ધ્યાને લઇ દિલ્હીની વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ અને સફદરજંગ હોસ્પિટલના ડોક્ટરોના ગ્રુપે જણાવ્યું છે કે રસીકરણ માટે ગર્ભવતી સ્ત્રીઓને પ્રાધાન્ય આપવું જરૂરી છે.

રિપોર્ટમાં જણાવાયા મુજબ ગર્ભમાં રહેલ બાળક તથા તેની માતા કોરોના સંક્રમણથી મુક્ત રહે તે માટે રસીકરણ શ્રેષ્ઠ ઉપાય છે. જેથી માતા તથા તેના બાળક બંનેનું કોવિદ -19 થી રક્ષણ થઇ શકે છે.

રિપોર્ટમાં વિશેષમાં જણાવાયા મુજબ ક્યાં તો સગર્ભા મહિલાઓને રસીકરણ માટે શામેલ કરવામાં આવતી નથી, અથવા તો તેને  લગતી નીતિઓ અસ્પષ્ટ હોય છે જેનો નિર્ણય મહિલા ઉપર છોડી  મૂકવામાં આવે છે.

કોવિડ રસીકરણની સલામતી અને અસરકારકતાના પુરાવા ઉભા થઈ રહ્યા છે, જેમાં નવજાત શિશુને રક્ષણ આપવાના ફાયદાની સાથે, રસીકરણ માટે ઉચ્ચ અગ્રતાવાળા જૂથમાં સગર્ભા સ્ત્રીઓને શામેલ કરવાની સલાહ આપવામાં આવી છે.તેવું ધ.ટી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)